________________
૪૩
ગૃહસ્થ માટે તપનું વિધાન કરવું અને ભાવશુદ્ધિ થાય તેવા શાસ્ત્રપાઠનું સ્મરણ કરવું એ જિનાગમેમાં કહેલા શ્રાવકને ધર્મ છે.” देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने ।
તીર્થંકરદેવની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, સ્વાધ્યાય કરે, સંયમ પાળ, તપ કરવું અને દાન દેવું એ ગૃહસ્થોનાં છ નિત્યકર્મો છે.”
ગૃહસ્થનાં દૈનિક કૃત્ય પર આવીએ તે સવારમાં નમસ્કાર મહામંત્રના જપ–ધ્યાન પછી ધર્મજાગરિકા આવે છે ને ત્યાર પછી ષડાવશ્યકરૂપ રાત્રિક પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેમાં તપચિંતામણીને કાર્યોત્સર્ગ કરવાનો હોય છે. તે ન આવડે તે સેળ નવકાર (નમસ્કાર) ગણવાની પ્રવૃત્તિ છે, પણ ખરી રીતે ત્યાં તપનું ચિંતન કરવું જોઈએ. તે આ પ્રમાણે - “શ્રી વીર ભગવાને છ માસનો તપ કર્યો હતે. હે ચેતન! તે તપ તું કરી શકીશ? અહીં મનમાં ઉત્તર ચિંત
છે તેવી શક્તિ નથી અને પરિણામ નથી. પછી અનુક્રમે એક એક ઉપવાસ એ છે કરીને વિચાર કરે. એમ કરતાં પાંચ માસ સુધી આવવું. પછી એક એક માસ એ છે કરીને વિચાર કરે અને એક માસ સુધી આવવું. પછી એક દિન ઊણ માસખમણ, બે દિવસ ઊણ માસખમણે એમ તેર દિવસ ન્યૂન સુધી એટલે સત્તર ઉપવાસને વિચાર કરે. પછી “હે ચેતન ! તું ત્રીસ ભક્ત