________________
અષ્ટ મહાસિદ્ધિ પણ તપને આધીન છે
દેવાનું સામર્થ્ય. ૪ ગરિમા–શરીરનું વજન અત્યંત વધારી દેવાનું સામર્થ્ય. ૫ વશિતા-ગમે તેવા કૂર પ્રાણીઓને વશ કરી
લેવાનું સામર્થ્ય. પ્રકાઓ –ભૂમિમાં પણ જળની જેમ ઉન્મજ્જન નિમજ્જન કરી શકાય તેવું સામર્થ્ય. પ્રાપ્તિ-ગમે તેટલા દૂર રહેલા પદાર્થોને સ્પર્શ કરી શકવાનું સામર્થ્ય. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પિતાની આંગળીથી મેરુ પર્વતનાં શિખરને કે ચંદ્રને સ્પર્શ
કરી શકે છે. ૧૭ ઈશિતા–અપૂર્વ ઋદ્ધિ વિસ્તારવાનું સામર્થ્ય. આ
સિદ્ધિથી તપસ્વી ચકવતી કે ઈંદ્રના જેવી ત્રાદ્ધિ વિસ્તારી શકે છે.
કેટલાકે આ સિદ્ધિઓ વેગથી પ્રાપ્ત થવાનું માન્યું છે, પણ જૈન મહર્ષિઓનાં તપની વ્યાખ્યા એટલી વ્યાપક છે કે યોગવિદ્યા તેના પેટાળમાં સમાઈ જાય છે. આગળ તપના પ્રકાર વગેરે વાંચવાથી આ વસ્તુની વધારે પ્રતીતિ થશે. ૭–નવનિધિ પણ તપથી જ પ્રકટે છે.
નવનિધિ અંગે જન શાસ્ત્રોમાં નીચેની ગાથા દષ્ટિગોચર થાય છે –
णेसप्पे पंडयए पिंगलए सव्वरयणमहाप उमे । काले य महाकाले माणवग महानिर्हि संखे ॥