Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 34
________________ ૩૨. તપની મહત્તા (૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, (૫) મહાપ, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણવક અને (૯) શંખ (એ નવનિધિ કે નવનિધાને છે.) પ્રવચનસારોદ્ધારની ટીકામાં જણાવ્યું છે કે આ નવનિધિમાં શાશ્વત કલ્પનાં પુસ્તક હોય છે અને તેમાં વિશ્વસ્થિતિનું કથન હોય છે, એટલે તેને એક પ્રકારને જ્ઞાનને પ્રજાને સમજવાનું છે. નૈસર્ષનિધિના કલ્પમાં ગ્રામ, નગર, પુર, પાટણ વગેરેની સ્થાપનાને વિધિ હેય છે. પાંડુકનિધિના કપમાં ગણિત, ગીત, વીશ પ્રકારનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વર્ણવેલા હેય છે. પિંગલકનિધિના કમાં સ્ત્રી, પુરુષ, ગજ, અશ્વ વગેરેનાં આભૂષણે બનાવવાનો વિધિ વર્ણવેલ હોય છે. સર્વરત્નનિધિમાં ચકવતીનાં ચૌદ રત્નાનું વર્ણન હોય છે. મહાપવનિધિના કલ્પમાં વસ્ત્રની ઉત્પત્તિ, તેના પ્રકાર, ધાવાની રીતે, રંગ તથા સાત ધાતુઓનું વર્ણન હોય છે. કાલનિધિના કલ્પમાં જ્યોતિષનું જ્ઞાન, તીર્થકરોના વંશનું કથન તથા સે પ્રકારનાં શિલ૫નું વર્ણન હોય છે. મહાકાલનિધિના કપમાં ધાતુ તથા ઝવેરાતના વિવિધ ભેદે તથા ઉત્પત્તિનું વર્ણન હોય છે. માણવકનિધિના કપમાં ચેતાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ અને દંડનીતિનું વર્ણન હોય છે તથા શંખનિધિના કપમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વર્ણન હોય છે. વિશિષ્ટ તપથી આ નવનિધિએ પ્રકટ થાય છે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68