________________
તપથી શ્રુતરાનની આરાધનામાં ઘણી સહાય મળે છે ૮–તપથી શ્રુતજ્ઞાનની આરાધનામાં ઘણી સહાય મળે છે.
જૈન મહર્ષિઓએ કહ્યું છે કે – જ્ઞાન સાર સંસારમાં, જ્ઞાન પરમ સુખહેત; જ્ઞાન વિના જગજીવડે, ન લહે તત્ત્વસંકેત.
“આ સંસારમાં જ્ઞાન ઉત્તમ છે. તે પરમ સુખને હેતુ છે. અને તેના વિના આ જગતમાં કઈ જીવ તત્ત્વને બેધ પામી શકતું નથી.”
બધાં જ્ઞાનેમાં શ્રતજ્ઞાન શ્રેષ્ઠ છે, કારણ કે તે કુમાર્ગે – ચાલતાં જીવને સન્માર્ગે લઈ જાય છે. આ શ્રુતજ્ઞાનમાં અનેક ગહન શાસોને સમાવેશ થાય છે, તેથી જ શ્રી હરિભદ્રસૂરિએ તેની સરખામણી સમુદ્ર સાથે કરી છે. જેમ કે
बोधागाधं सुपदपदवी नीरपुराभिरामं, जीवाहिंसाविरल-लहरीसंगमागाहदेहं । चूलावेलं गुरुगम-मणो-संकुलं दूरपारं, सारं वीरागमजलनिधि सादर साधु सेवे ॥
વીર પ્રભુને આગમસમુદ્ર અપરિમિત જ્ઞાનને કારણે ગંભીર છે, લલિતપદેની રચનારૂપ જલથી મનહર છે, જીવદયા સંબંધી સૂક્ષમ વિચારોરૂપ મોતીઓથી ભરપૂર હેવાને લીધે પ્રવેશ કરવામાં કઠિન છે, ચૂલિકારૂપ વેળા (ભરતી) વાળે છે, આલાપકરૂપ રત્નથી ભરપૂર છે અને જેને સંપૂર્ણ પાર પામ અત્યંત મુશ્કેલ છે, તેની હું આદરપૂર્વક સેવા કરું છું.”