Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 30
________________ ૨૮ તપની મહત્તા (૫) સર્વાિષાધલબ્ધિ-અંગના સ્પર્શથી વરસાદમાં વર સતું પાણી અને નદીઓ વગેરેમાં વહેતું જલ સર્વ રેગોને નાશ કરે. તેમજ શરીરને સ્પર્શ પામેલ વાયુ પણ સર્વ રોગોનો નાશ કરે. નખ, કેશ, દાંત વગેરે સર્વ કંઈ ઔષધિનું કામ આપે. સંનિશ્રોતલબ્ધિ-શરીરના સર્વ ભાગથી સાંભળી શકાય એવી શક્તિ તથા એક ઇંદ્રિયથી બીજી ઇંદ્રિ યનું કામ થઈ શકે એવી શક્તિ. (૭) રાજુમતિલબ્ધિ-બીજા મનુષ્ય કરેલા વિચારને સામાન્ય રીતે જાણી શકાય એવી શક્તિ. (૮) વિપુલમતિલબ્ધિ-બીજા મનુષ્ય કરેલા વિચારો ખૂબ સૂક્ષમતાથી જાણી શકાય એવી શક્તિ. (૯) કેવળીલબ્ધિ-વસ્તુના ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલીન બધા પર્યાયે જાણવાની શક્તિ. (૧૦) વિદ્યાચારણુલબ્ધિ-એક જ પગલે હજારો માઈલ દૂર જઈ શકે એવી લબ્ધિ. (૧૧) જઘાચારશુલબ્ધિ-સૂર્યનાં કિરણની મદદ વડે આકાશમાં ગમન કરવાની શક્તિ. (૧૨) આશીવિષલધિ-કઈ પણ પશુ, પક્ષી કે મનુ વ્યને શાપ આપીને મારી નાખવાની શક્તિ. (૧૩) કેષ્ઠબુધ્ધિલબ્ધિ-સૂત્ર અને અર્થ નિરંતર યાદ રહે એવી અદભુત સ્મરણશક્તિ.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68