Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 27
________________ નદિષણની કથા હતી, ત્યારે વસુદેવે તેમાંથી ચપટી ભરી, એટલે દાસીએ ટાણા માર્યા કે‘ આવાં લક્ષણૢાથી જ તમે ઘરમાં પૂરાયા છે.’ આ શબ્દોથી વસુદેવ ચમકયા અને દાસીને કહેવા લાગ્યા કે ‘જે સાચું હાય તે કહી દે, નહિ તા તારી ખેર નથી.’ આથી દાસીએ બધી વાત કહી સભળાવી. તે સાંભળીને વસુદેવને લાગ્યુ કે હુવે મારે આ નગરમાં રહેવુ ચેાગ્ય નથી. જ્યાં વડીલબ' એમ માનતા હોય કે હું નગરની સ્ત્રીઓને ભમાવી રહ્યો છું, ત્યાં મારે રહેવાનુ' પ્રયેાજન શું ?? તેજ રાત્રે વસુદેવે ગુટિકાપ્રયાગથી પાતાનુ રૂપ બદલ્યું અને નગરનો ત્યાગ કર્યો તથા સ્મશાનભૂમિમાં એક અનાથ મડદાંને ખાળી તેની પાસેના થાંભલા પર ચીઠ્ઠી મૂકી કે ‘વસુદેવ અગ્નિમાં પ્રવેશ કરીને મૃત્યુ પામ્યા છે.' આ સમાચારે શૌરીપુરના રાજમહેલમાં હાહાકાર મચાવી દીધા, પણ · તૂટી એની બૂટી નથી ’ એમ માની સહુએ મનનુ સમાધાન કર્યું" અને તેમની ઉત્તરક્રિયા કરી. ' 7 વસુદેવનું ચરિત્ર ઘણું મોટુ છે, ઘણું રોમાંચક છે, પણ તેનું ચિત્રણ કરવાનું આ સ્થાન નથી, એટલે ટૂંકમાં જણાવીએ છીએ કે વસુદેવે દેશાવરમાં ફરતાં અહેાંતર હજાર સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યુ અને રાહિણીના સ્વય વરમાં વરમાળા પહેરી, તે વખતે રાજા સમુદ્રવિજય વગેરે ના મેળાપ થયા. પછીથી તેઓ દેવક રાજાની પુત્રી દેવકીને પણ પરણ્યા. તેમાં રાહિણીની કૂખે અલદેવ કે અલરામ જન્મ્યા અને દેવકીએ સાતમા પુત્ર તરીકે શ્રીકૃષ્ણને જન્મ આપ્યા. ૨૫

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68