________________
નર્દિષેણુની કથા
૨૩
જગતમાં વધારે સારી વસ્તુ કઈ છે કે આપની પાસે તેની માગણી કરું ?' આ શબ્દો સાંભળી દેવા વધારે પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરતાં પેાતાના માર્ગે સીધાવ્યા.
આ બનાવ પછી નર્દિષણ મુનિએ ઘણું તપ કર્યું. અને છેવટે સંથારો કર્યાં. આહારાદિના ત્યાગ કરીને દેહ છેડવા અને સથારા કર્યો કહેવાય છે. શાસ્ત્રોમાં તેને માટે અનશન તથા સલેખના શબ્દો પ્રસિદ્ધ છે.
વર્તમાન જીવનની લીલા સ`કેલવાનો સમય આવે છે, ત્યારે મનુષ્યને પેાતાનુ જીવન યાદ આવે છે. તેમાં જો સરવાળે દેખાય તેા આનદ આવે છે, બાદબાકી દેખાય તા શાક–સ તાષનો પાર રહેતા નથી. આ રીતે નર્દિષણ મુનિને પાતાનું જીવન યાદ આવ્યું અને પાતે કેવા દુર્ભાગી હતા? તેનું સ્મરણ થયું. એ સ્મરણે તેમની સુપ્ત વાસનાને જાગૃત કરી અને સંથારો કરનારે કામભાગની આશસારૂપ નિદાન ન કરવું જોઈએ, છતાં નિદાન કર્યું — નિયાણું કર્યું કે ‘મારા તપના પ્રભાવે હું આવતા જન્મમાં સ્ત્રીઓને અતિ વલ્લભ થાઉં.'
મુક્તિમાર્ગના પથિક ફ્રી સાંસારિક સુખની ઈચ્છા કરે એ ખરેખર! ઘણું જ કરુણ કહેવાય, પણ એ કરુણ ઘટના આંખના પલકારામાં બની ગઈ અને નર્દિષણ મુનિ કાલધર્મ પામી પેાતાનાં તપના પ્રભાવે શૌરીપુરના રાજા અંધકવૃષ્ણુિને ત્યાં દશમા પુત્ર વસુદેવ તરીકે ઉત્પન્ન થયા. તેમના સહુથી માટા ભાઈનું નામ સમુદ્રવિજય હતું કે જે બાવીશમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિના પિતા થાય.