________________
નદિષણની કથા
આપણને કેાઈ ઊંચા સાદે બોલાવે કે આપણે તિરસ્કાર કરે તે કેવું થાય છે? પણ નંદિષેણ મુનિ ક્ષમાની મૂર્તિ હતા. તેઓ આ વચનોથી ક્ષેભ પામ્યા નહિ. તેમણે કહ્યું કે “હે મુનિ ! મારે અપરાધ ક્ષમા કરે. હવે હું આપની સેવામાં હાજર છું. ” પછી તેમને પાણી પીવડાવ્યું અને બેઠા થવા કહ્યું. ત્યારે પેલા મુનિએ કહ્યું : “ અરે મૂર્ખ ! જેતે નથી કે હું કેટલે અશક્ત થઈ ગયે છું! આ હાલતમાં બેઠે કેમ કરીને થાઉં?”
નંદિષેણ મુનિએ કહ્યું: “હું આપને બેઠા કરું છું.” પછી વૃદ્ધ સાધુને ધીમેથી બેઠા કર્યા અને જણાવ્યું કે “જે આપની ઈચ્છા હોય તે આ નગરમાં લઈ જાઉં. ત્યાં આપને વધારે શાતા રહેશે. ” વૃદ્ધ મુનિએ એ વાત ભૂલ કરી, એટલે નંદિષેણ મુનિએ તેમને ખભે બેસાડયા અને નગર ભણે ચાલવા માંડ્યું.
નિરંતર માલમલીદા ઝાપટનારનું શરીર અલમસ્ત હેય છે અને તપસ્વીઓનું શરીર દુર્બળ હોય છે. આ રીતે નંદિષેણ મુનિનું શરીર દુર્બળ હતું, એટલે તેઓ ધીમે ધીમે ઈસમિતિ શોધતાં ચાલતા હતા. એવામાં પેલા વૃદ્ધ મુનિએ પિતાનાં શરીરનું વજન વધારી દીધું. હાગને જાણનારાઓ પણ પિતાનાં શરીરનું વજન ખૂબ વધારી શકે છે, તે દેવેનું કહેવું જ શું? તેઓ અદભુત શક્તિવાળા હોય છે.
આ રીતે ખભા પરનું વજન ખૂબ વધી જતાં નંદિણ મુનિ ધ્રુજવા લાગ્યા અને તેમના પગ ઊંચાનીચા