________________
નદિષેણુની કથા
૧૯
પ્રાણીએ આ જગતમાં અનેક પ્રકારના ભાગેા મેળવી શકે છે, વળી દેવતાઓની સંપત્તિ પણ પામી શકે છે અને પુત્ર તથા મિત્રો પણ પામી શકે છે, પરંતુ એક ધમ સહેલાઈથી પામી શકતા નથી.'
66
'भवकोटिदुष्प्रापमवाप्य नृभवादिसकलसामग्रीम् । भवजलनिधियानपात्रे, धर्मे यत्नः सदा कार्यः ॥
• ક્રોડા ભવમાં પરિભ્રમણ કરતાં કવચિત્ પામી શકાય તેવી મનુષ્યભવ વગેરે સ સામગ્રી મેળવીને સંસારસાગરમાં નાવ સમાન એવા ધમ માટે સદાય પ્રયત્ન કરવા. આ ધર્મ એ પ્રકારના છેઃ એક સાધુ ધર્મ અને ખીજો ગૃહસ્થ ધમ. તેમાં સાધુધમ ઉત્તમ છે અને તેનુ યથા પાલન કરવામાં આવે તે મનુષ્યને મુક્તિનુ સુખ આપી શકે છે. પછી તેમણે સાધુઓનાં મહાવ્રત વગેરેની સમજણ આપી, એટલે નદિષણે ભીષણ ભવસાગરને પાર પામવા માટે ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
શ્રામણ્ય અથવા સાધુપણાને પામેલા એ નર્દિષણ મુનિએ અહિંસા, સંયમ અને તપનું ઉત્કૃષ્ટ આરાધન કરવા માંડયું. તેમાં યે તપને તેમણે વિશેષ મહત્ત્વ આપ્યું અને તેને પેાતાનાં જીવનમાં વણી લીધુ. અનુક્રમે તે શાસ્રસિદ્ધાંતા અભ્યાસ કરીને ગીતા થયા અને સરાવરમાં હુંસની જેમ શ્રમણુકુલમાં શેાલવા લાગ્યા. પછી તેમણે સાધુઓની સેવાશુશ્રૂષારૂપ વૈયાવૃત્ત્વ કરવાના અભિગ્રહ લીધેા, એટલે ખાલ, ગ્લાન, શૈક્ષ વગેરે સાધુઓનુ વૈયાવૃત્ત્વ કરીને જ આહારપાણી વાપરવાના નિયમ રાખ્યું.