Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 19
________________ નર્દિષણની કથા " વાના રિવાજ વ્યાપક હતા અને આજે પણ ક્ષત્રિય વગેરેમાં એ જ રીતે લગ્નો થાય છે. નર્દિષેશને આ વાતની ખમર પડી, એટલે ઘણું માઠું લાગ્યું, પણ મામાએ આશ્વાસન આપીને જણાવ્યું કે. ‘ તું કોઈ ફીકર કરીશ નહિ. તને મારી બીજી પુત્રી પરણાવીશ. આશ્વાસનના એ મધુર શબ્દો માનવહૃદયમાં કેવું અમી સીંચે છે, તે કેાઈથી અજાણ્યું નહિ ડાય. આ શબ્દોએ નદિષેણુનાં તૃપ્ત હૃદય પર અમીનું સીંચન કર્યું. અને તે પૂર્વવત્ પોતાનાં કામમાં મગ્ન રહેવા લાગ્યા. પરંતુ બીજી પુત્રીએ પણ પહેલીના જેવા જ જવામ આપ્યા, એટલે નંદ્રિષણની નવપલ્લવિત થયેલી આશા વીજળીથી વૃક્ષ તૂટી પડે તેમ તૂટી પડી અને ફરી તે નિરાશાનાં વમળમાં ગેાથાં ખાવા લાગ્યા. ૧૭ મામાને નર્દિષેણ પર વહાલ હતું, એટલે તે એને કોઈપણ રીતે રાજી રાખવા ઈચ્છતા હતા, તેથી ત્રીજી પુત્રીની વાત ઉપાડી, પણ એમાં ચે લીભૂત થયા નહિ. એમ કરતાં ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પુત્રીના પ્રસ્તાવ કર્યાં, પણ અધી પુત્રીએ ના પાડી દીધી. આથી ન દિષણનું હૃદય ભારે વ્યથા અનુભવવા લાગ્યું, આખરે મામાએ કહ્યું કે ‘નંદિષણ ! તુ નિરાશ થઈશ નહિ. તને કાઈ બીજી કન્યા પરણાવીશ. પછી તેમણે નર્દિષણ માટે કન્યા શોધવા માંડી, પણ કેાઈ એ મ્હોં માંડ્યું નહિ. સહુએ નર્દિષેણુના તિરસ્કાર કર્યો. આથી નદિષણને તે ગામમાં રહેવું અકારું થઈ પડયું અને એક રાત્રે ગુપચૂપ મામાનાં ઘરના ત્યાગ કર્યો. > ૨

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68