________________
તપની મંગલમયતા
કરતા હતા, પણ તેથી કોઈ હરકત આવતી નહિ, એટલે ઉપવાસ નિર્વિદન ચાલુ રહ્યા.
અઠ્ઠાવીસમા ઉપવાસે રાત્રે સ્વપ્ન આવ્યું, તેમાં શ્વેતવસ્ત્રધારી અને શ્વેત દાઢીવાળા એક મહાપુરુષનાં દર્શન થયાં. તેમને ચહેરે આજે પણ અમારા સ્મૃતિપટ પર તરવરી રહ્યો છે. તેમણે અમને સીધે પ્રશ્ન કર્યો કે “દૈવી શક્તિ (Supernatural power)માં તારે વિશ્વાસ છે ?” અમે કહ્યું: “એ શક્તિ વિશે ઘણું ઘણું સાંભળ્યું છે, પણ અનુભવ થયો નથી, એટલે વિશ્વાસ તે એ જ ગણાય. ત્યારે તેમણે કહ્યું: “એ વિશ્વાસ શી રીતે બેસે ?” અમે કહ્યું
કઈ વસ્તુ એવી કહો કે જે મનુષ્ય કલ્પી શકે નહિ.” તેજ વખતે એ મહાપુરુષે એક બેડ તરફ ધ્યાન ખેંચ્યું અને એમાં શું લખ્યું છે? તે બરાબર ધ્યાનમાં રાખવાનું સૂચન કર્યું. એ વસ્તુ અમારાં ધ્યાનમાં બરાબર રહી ગઈ. પછી તેઓ અદૃશ્ય થયા અને સ્વપ્ન પણ અદશ્ય થયું.
અમે અમારી અત્યંત અજાયબી વચ્ચે જોયું કે તે મહાપુરુષે બેડ પર જે કંઈ બતાવ્યું હતું, તે સાવ સાચું નીવડયું હતું. આથી દૈવીશકિત ઉપર અમારો વિશ્વાસ બેઠે. ફરી ત્રીશમા ઉપવાસની રાત્રિએ સ્વપ્ન આવ્યું અને તેજ મહાપુરુષનાં દર્શન થયાં. તેઓ અમને પૂછવા લાગ્યા કે “કેમ વિશ્વાસ બેઠે?” એમે કહ્યું, “હા. વિશ્વાસ બેઠેપણ કઈક લાભ થાય એવું બતાવે.' તેમણે કહ્યું: “હાલ. વિશેષ લાભ થવાને યોગ નથી, પણ હું જે કંઈ કહું છું,