________________
૧૨
તપની મહત્તા
તેથી અમુક લાભ થશે.” પછી તે મંગલમૂર્તિ એટલું કહીને અદશ્ય થઈ કે જ્યારે પણ સંકટ આવે ત્યારે મારું ધ્યાન ધરજે, તને હું સહાય કરીશ. અને તેમણે આવાહન કરવાને એક મંત્ર આપ્યું. પછી તે મહાપુરુષે જે કહ્યું હતું, તે પ્રમાણે કરવાથી અમુક લાભ જરૂર થયે.
તે દિવસથી અમારા માનસિક વલણમાં મોટો ફેરફાર થયે અને આધ્યાત્મિક વિદ્યા પર વિશ્વાસ જામે. પરિણામે અમે ધર્મશાસ્ત્ર, યોગશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, તંત્રશાસ, માનસશાસ્ત્ર તથા નૂતન વિજ્ઞાન વગેરેનું વાચન ખૂબ વધારી દીધું અને એ વિષયના કેઈ પણ જાણકારી મળે કે તેનો પરિચય સાધો શરૂ કર્યો. આ પ્રવૃત્તિ આજ સુધી ઓછાવત્તા અંશે ચાલુ રહી છે. અહીં એટલી નેંધ કરવી ઉચિત ગણાશે કે ઉક્ત મહાપુરુષનું બે વાર સંકટસમયમાં ધ્યાન ધર્યું હતું અને બન્ને વાર ન કલ્પી શકીએ તેવી રીતે અમને સહાય મળી હતી.
અમારો અભિગ્રહ નિર્વિન પૂરો થયે અને છેડા દિવસમાં જ સંગે પલટે લેતા હોય તેમ જણાયું. જે કામ અણી પર આવીને તૂટી જતાં હતાં, તે હવે ધીમી ગતિએ પણ પાર પડવા લાગ્યાં ને એમ કરતાં બેત્રણ વર્ષના ગાળામાં જ અમે બધી મુશ્કેલીઓમાંથી પાર ઉતરી ગયા. ત્યાર પછી જેમાં અમને ખૂબ રસ હતું, એ સાહિત્યસર્જનનું કામ ફરી શરૂ કરવાના સંયેગો ઉત્પન્ન થયા, એટલે દવાખાનું આપી અમે સાહિત્યસર્જનનાં કામમાં