________________
૧૦
તપની મહત્તા
એ સૂત્રમાં અમારી પૂર્ણ શ્રદ્ધા હતી, એટલે આ પરિસ્થિતિ સુધારી લેવા માટે વિવિધ પ્રયાસ ચાલુ હતા.
એ પ્રયાસના પરિણામે એક મોટી પેજના ઘડાઈ અને તે અમલમાં આવી હતી તે જરૂર એક જ ધડાકે અમારી સર્વે મુશ્કેલીઓ દૂર થઈ હેત, પણ છેલ્લી ઘડીએ એ રોજના તૂટી પડી. ત્યાર પછી થોડા વખતે બીજી યોજના ઘડી, પરંતુ તેના પણ એ જ હાલ થયા. ત્યાર બાદ ત્રીજી ચેજના તૈયાર કરી તેને આગળ ધપાવવાને પ્રયાસ કર્યો, પણ તેને યે પ્રારંભ થવા પામ્યું નહિ. ચેથી-પાંચમી યેજના પણ આ રીતે જ નિષ્ફળ ગઈ. ત્યારે અમને લાગ્યું કે જરૂર આમાં કર્મજન્ય કે પ્રાગિક અંતરાય નડી રહ્યો છે. અમારી સામે છેડા વખત પહેલાં એક મંત્રપ્રયાગ થયું હતું, તે અમે જાણતા હતા, પણ જેને પ્રભુ પાર્શ્વનાથ તથા માતા પદ્માવતીજીનું શરણ છે, તેને કંઈ થાય નહિ, એ બાબતમાં અમારે દઢ વિશ્વાસ હતો, એટલે અમે તેની દરકાર કરી ન હતી. આખરે અમે એવા નિર્ણય પર આવ્યા કે ગમે તે કારણે લાભમાં અંતરાય થાય છે, માટે અંતરાયને તેડવાને પ્રયત્ન કરે. પછી અમે અંતરાયકર્મની પૂજા ભણાવી એક વર્ષ સુધી પાંચપવી ઉપવાસ કરવાને અભિગ્રહ કર્યો. અમારાં સુશીલ ધર્મપત્ની અ.સૌ. ચંપા આ કાર્યમાં સાથે જોડાયાં.
ઉપવાસના દિવસે પણ અમે રાબેતા મુજબનું કાર્ય