________________
૧૩
છે પાત્ર-પ્રસંગ કે ગુરુવાણી દ્વારા આ લક્ષણ કાર્યરત બન્યું છે. જ્ઞાનાત્મક કાવ્ય પ્રકારોમાં જૈન દર્શનના સિદ્ધાંતો અને આગમ તેમજ અન્ય ગ્રંથોના વિચારો વિવિધ રીતે સ્થાન ધરાવે છે. તે ઉપરથી જ્ઞાનમાર્ગની ઉપયોગીતા સિદ્ધ થાય છે. તેમાં માત્ર જ્ઞાન-માહિતી નથી પણ સિદ્ધાંતોની અનુસરણથી દુર્લભ માનવ જન્મ સફળ થયો છે તેવાં દષ્ટાંતોનો સૂચક રીતે ઉલ્લેખ થયો છે. ઉપદેશાત્મક કાવ્ય પ્રકારો સમાન જ્ઞાનાત્મક કાવ્ય પ્રકારો ઉપરાંત અન્ય કાવ્ય પ્રકારોમાં પણ ઓછેવત્તે અંશે જ્ઞાનમાર્ગનું અનુસરણ થયું છે.
છંદમૂલક કાવ્યપ્રકારો : ગદ્ય-પદ્યનો ભેદ રચના રાતિથી સમજાય છે. કાવ્યમાં ગેયતા લલિત-મંજુલ પદાવલી પ્રકારો : ગંભીરતા રસ ઊર્મિ છંદ અલંકાર જેવાં લક્ષણો હોય છે. કવિઓએ કાવ્ય રચનામાં વિવિધ છંદો અક્ષરમેળ માત્રામેળ શાસ્ત્રીય રાગ અને દેશીઓનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. એટલે છંદને અનુલક્ષીને કાવ્ય પ્રકારોનું વિભાજન કરવામાં આવ્યું છે. સંખ્યામૂલક કાવ્યપ્રકારોની રચના સંસ્કૃત ભાષાના પ્રભાવથી થઈ છે એમ સ્પષ્ટ સમજાય છે દા.ત. ચતુર્વિશતિ ચોવીશી વિશતિ–વીસી-એ રીતે કાવ્યોની રચના થઈ છે આ મળ્યો જ્ઞાનાત્મક, ઉપદેશાત્મક, ભક્તિ પ્રધાન છે પણ તેમાં કડીઓની સંખ્યા મહત્વની છે. વીશીમાં ૨૦ ચોવીશીમાં-૨૪ બત્રીશીમાં ૩૨, છત્રીશીમાં-૩૬ એમ કડીઓની સંખ્યાને આધારે વિભાજન કરવામાં આવ્યું છે. કાવ્યપ્રકારોના વિભાજનમાં પ્રકીર્ણ કાવ્ય પ્રકારોની સંખ્યા વધુ છે. આ અલ્પ પરિચિત કાવ્ય પ્રકારો અને તેને લગતી કૃતિઓ મોટે ભાગે હસ્તપ્રત અને અલ્પ પ્રમાણમાં પ્રકાશિત થયેલ છે. એટલે આ વિભાગનાં કાવ્ય પ્રકારો કાવ્યરસિક, જિજ્ઞાસુ ભક્તોને વિશેષ સંશોધન કરવા માટે માર્ગદર્શક બને તેમ છે. મોટે ભાગે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના કાવ્ય પ્રકારોને અનુલક્ષીને કૃતિઓ રચાઈ છે. તેમાં ગુજરાતી ભાષાની પણ કૃતિઓનો સમાવેશ થાય છે જૈન સાહિત્યના કાવ્યપ્રકારો સંસ્કૃત-પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના પ્રભાવથી સર્જાયા છે. તેમાં પણ પ્રાકૃત-મારવાડી-ગુજરાતી ભાષાનું પણ મિશ્રણ થયું છે.
અત્રે કાવ્ય પ્રકારોની સંક્ષિપ્ત માહિતી આપી છે. નામોલ્લેખ કર્યો નથી. પ્રકરણ રથી ૭માં તમામ કાવ્યપ્રકારોનો નામોલ્લેખ, સંબંધિત કૃતિની માહિતી અને પ્રકાર વિશે વિગતો આપી છે. એટલે આ ભૂમિકાને આધારે જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની વિરાટ સૃષ્ટિમાં જ્ઞાનાનંદ ભક્તિમાં રસલીન થવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. નામોલ્લેખ કરેલી કૃતિઓની ટૂંકી માહિતી આપી છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ કૃતિઓનો અભ્યાસની ભલામણ કરવામાં આવે છે. કાવ્યાનંદ આત્માનંદનો એક વિશિષ્ટ પ્રકારનો પર્યાય છે. સહૃદયી વાચકો આ પ્રકારના આનંદથી કર્ત નિર્જરામાં પણ નિમિત્તરૂપ બને તેવી ક્ષમતા છે. કેટલાક કાવ્ય પ્રકારો વિશે સ્વતંત્ર સંશોધન માટે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યાં છે. તે ઉપરથી વધુ વિગતો પ્રાપ્ત થઈ શકે તેમ છે. દા.ત., હરિયાળી, લાવણી, ગઝલ, પાત્રાલેખ, હાલરડાં, ગીતા, વગેરેનાં પુસ્તકોના અંત ભાગમાં સંદર્ભ સૂરી આપી છે તે પુસ્તકોમાંથી વિસ્તૃત માહિતી મળી શકશે.
- ભક્તિપ્રધાન, સંખ્યામૂલક, છંદમૂલક, ઉપદેશાત્મક અને જ્ઞાનાત્મક કાવ્યપ્રકારો જૈન સાહિત્યમાં લોકપ્રિય છે પણ આ અંગેની પૂર્ણ માહિતી નહિ હોવાથી પ્રભુ ભક્તિ અને આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org