________________
તેરમો જૈન સાહિત્ય સમારોહ અહેવાલઃ ચીમનલાલ એમ. શાહ – “કલાધર'
પૂર્વભૂમિકા :
બિહારમાં પટણા શહેરથી સો કિલોમીટરના અંતરે આવેલ રાજગૃહી પ્રાચીન ભારતના મગધ રાજ્યની રાજધાનીનું શહેર હતું. પ્રાચીન કાળમાં આ નગર ક્ષિતિપ્રતિષ્ઠિત, ઋષભપુર, કુશાગ્રપુર, ગિરિધ્વજ અને રાજગૃહના નામે પણ ઓળખાતું હતું. આ નગરમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના અવનજન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણકો થયા હોવાથી પ્રાચીન કાળથી જ આ નગર જૈનોના તીર્થસ્થાન-રૂપે સુપ્રસિદ્ધ છે. અંતિમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીના ચૌદ ચૌદ ચાતુર્માસ પણ આ પવિત્ર ભૂમિમાં થયા છે. ભગવાન બુદ્ધનું નામ પણ રાજગૃહી સાથે જોડાયેલું છે.
“ઔપપાતિકસૂત્રમાં મગધની આ રાજધાનીની ભવ્યતા, વિશાળતા અને સમૃદ્ધિનું સુંદર વર્ણન કરેલું છે. ગગનચુંબી રાજમહેલો, શ્રેષ્ઠિઓની હવેલીઓ અને મંદિરોની હારમાળાથી રાજગૃહીની શોભા અપૂર્વ હતી. અહીંની કુત્રિકાપણમાંથી જગતભરની કોઈ પણ વસ્તુ મળી શકતી. અહીં ગુણશીલ, મેડિકુચ્છ, મોગ્ગરપાણિ આદિ યક્ષોના ચૈત્યો હતા. નાલંદા જેવા વિશાળ વિસ્તારો રાજગૃહીનાં ઉપનગરો ગણાતા. મેતાર્ય, અઈમુત્તા, ધન્ના, શાલિભદ્ર, મેઘકુમાર, નંદિષેણ, મહારાજા શ્રેણિક, મહામંત્રી અભયકુમાર, કયવન્ના શેઠ, જંબુસ્વામી, પ્રભાસ, શવ્યંભવસૂરિ, તુલસા શ્રાવિકા, પુણિયો શ્રાવક વગેરે અનેક નામાંકિત મહાપુરુષો આ નગરનાં રત્નો હતા. હત્યારા અર્જુનમાલી અને રોહિણીય ચોરનું આ નગરમાં હૃદયપરિવર્તન થયું હતું.
આ નગરમાં વિપુલગિરિ, રત્નગિરિ, ઉદયગિરિ, સ્વર્ણગિરિ અને વૈિભવગિરિ નામની રમણીય ટેકરીઓ પર પ્રાચીન જિન મંદિરો અને તીર્થકરોની ચરણપાદુકાઓની દહેરીઓ છે. નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર એવી રાજગૃહીની પવિત્રભૂમિ કલાપ્રેમીઓને આકર્ષે છે, તો ભક્તહૃદયમાં આહલાદ જગાવે છે.
ગળ ૪ - Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org