________________
શબ્દ પરિચિત છે. રાસ શબ્દના પરિચય વાળો એ પુષ્ટિમાર્ગ તે ગુજરા તમાં ઉત્તર હિંદમાંથી ૧૬ મા સૈકાની આખરે આવેલું જણાય છે. નરસિંહ મહેતા જે વૈષ્ણવ ધર્મ પાળતા હતા તે તે વિષ્ણુસ્વામિવાળો વૈષ્ણવ પંથ હતા એમ કવિ નર્મદાશ કર કહે છે. ત્યારે જન કવિઓએ કવિતામાં કરેલાં મહા પુરૂષનાં વર્ણનોને રાસ નામ શા વાસ્તે આપ્યું હશે તે વિચારવા જેવું છે. . | જૈન કવિઓના રાસમાં જુદે જુદે સ્થળે નજર કરતાં નવરસયુક્ત વર્ણને જોવામાં આવે છે. કઈ કઈ સ્થળનાં વર્ણનો રસ અને અલંકારથી, ક્લકાઈ જાય છે. રસનાં આલંબન, ઉદીપન, વિભાવ, વગેરે સાધનને જ્યાં જેવો ઘટે તે ઉપયોગ કરી એ વણને વાંચવામાં આનદ આવે એવાં રસભરિત કર્યા છે. આવાં રસવાળાં રસિક વર્ણનને તેમણે રાસ નામ આપવાનું યોગ્ય ધાર્યું હોય તેમ અનુમાન થઈ શકે છે. કાવ્યને આત્મા રસ છે અને તેથી રસિક કાવ્યને રાસ નામ આપવું એ મેગ્ય પણ છે. સાહિત્ય શબ્દને ખરે અર્થ આપતી વેળા ઉદાહરણ તરીકે એક કેષમાં રસાલંકાર વગેરે એવી મતલબે લખવામાં આવ્યું છે. તે તે અર્થે લક્ષમાં રાખવાથી સ્પષ્ટ જણાશે કે જેની કવિતાઓને ગુજરાતી ભાષાનું સાહિત્ય કહેવું એ એક આવશ્યક બાબત છે. સાહિત્યને ખરે અર્થ એમાં 'સાર્થક થાય છે
પ્રેમાનંદ વગેરે અન્ય કવિઓએ જુદાં જુદાં આખ્યાન કે કથાવણને લખ્યાં છે. તેવાં વર્ણનોથી ભરપુર તેના પહેલાં સામાન્ય રીતે લખાયેલા આ રાસાઓ પણ છે. મૂળ એક વાતને લઈ વિસ્તારથી તેનું વર્ણન કરી, અનેક ભવ્ય તથા ચમત્કારિક પ્રસંગોનાં વર્ણને આપી, અંતે નીતિધર્મને, વિજય સ્થાપી, પાનુ પરમ મંગળ સમાપ્તિમાં દાખવી રાસ પૂરો કરવામાં આવે છે.
ન રાસોની કવિતા કૃત્ત કે છંદમાં લખવામાં આવી નથી, પણ અમૂક મેળમાં તાલ સહિત ગવાય અને તેમાં કોઈ રાગ રાગિણીની છાયા આવે એવી દેશીઓમાં રચાયેલી હોય છે પ્રેમાન કે જ્યારે કડવા અને દયારામે જ્યારે મીઠાં એમ લખ્યું છે ત્યારે જૈન કવિઓએ પ્રથમથી તે આજ સુધી ઢાળ એ એક શબ્દ વાપર્યો છે. કડવાં પછી જેમ વલણ