Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પ્રસ્તાવના નાની હતી ત્યારથી વાર્તામાં રસ પડ્યો છે. જ્યારે ધર્મનું ભણતા ત્યારે યાદ છે કે પાઠશાળાના બેન નાની નાની વાર્તા કહી અને બોધ આપતા, જ્ઞાન આપતા, ત્યાર બાદ અનુક્રમે યુવાન થતાં વ્યવહારિક અભ્યાસ કરતા ત્યારે પણ જ્યારે સમય મળતો ત્યારે વર્તમાન પત્રમાં આવતી કથાઓ વાંચતી. ત્યારથી એક સપનું હતું કે આ ક્ષેત્રમાં કંઈક આગળ વધવું છે.
વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા એક છોકરો રીસાણો, કોઠી પાછળ સંતાણો. કોઠી પડી આડી, છોકરા એ ચીસ પાડી
અર! માડી. ઉપરોકત નાની કડીઓમાં પણ કેવું સુંદર રીતે વાર્તાનું આલેખન કર્યું છે. નાના બાળકથી લઈને વૃધ્ધ વ્યકિત સુધી જનસમાજને વાર્તા પ્રિય છે. અને આથી જ આ વિષયમાં સંશોધન કરી મારા આત્માના કલ્યાણ કરવાની સાથે પરના કલ્યાણ અને લાભનું કારણ સમજાયું જે આજે પૂર્ણ થયું છે.
પીએચ.ડી.ના સંશોધન માટે લગભગ પાંચ વર્ષ સુધી આ કાર્ય ચાલ્યું. આ કાર્ય દરમ્યાન સૌ પ્રથમ પરમાત્માની જે અસીમ કરૂણા વરસતી રહી તે માટે સર્વે અરિહંત અને સિધ્ધ પ્રભુનો ઉપકાર માનું છું. ત્યારબાદ જે ઉપકારી ગુરૂદેવ છે તેમનો આભાર માનું છું. પરમ ઉપકારી ગુરૂદેવ - શાસન સમ્રાટ નેમિસૂરીશ્વરજી સમુદાયના .
વડીલ આચાર્ય પરમ પૂજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય આચાર્ય નયપ્રભસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય આચાર્ય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ
સર્વ ગુરુદેવોની હું આભારી છું શમણી વંદ- પ્રતિબોધ કુશલા સા.શ્રી પ્રવિણાશ્રીજી મ.સા. તથા પરમ પૂજ્ય સરળ સ્વભાવી સા.શ્રી કીર્તિયશાશ્રીજી મ.સા.ના દિવ્ય આશિષે કાર્યમાં વેગ આવ્યો છે. પૂ. વડીલ સા.શ્રી ઉદયશાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી વિજયશાશ્રીજી મ.સા. અને પૂજ્ય ગુરૂદેવ દૈત્યયશાશ્રીજી મ.સા. હંમેશા દરેક કાર્યમાં મને આગળ વધવાની પ્રેરણા આપી છે. તેમના સહકારને કારણે આ કાર્ય પૂર્ણ થયું છે. તેમનો આભાર માનું તેટલો ઓછો છે. આ ઉપરાંત જે સાધ્વી સમુદાયે આ કાર્યમાં સહાય કરી તેમનો ઉપકાર માનું છું. પૂજ્ય બા મ.સા. હંમેશા ભણાવવાના આગ્રહી હતા. આજે દીક્ષા જીવનમાં
vii