________________
તેઓ પૃથ્વીનો પરિઘ નક્કી કરવાની કોશિશ કરે છે. આ પૃથ્વી એટલી બધી વિશાળ છે કે આપણે ફૂટપટ્ટી લઈને પૃથ્વીનો પરિઘ માપવા નીકળીએ તો તેનો પાર ન આવે. આ કારણે પૃથ્વીનો પરિઘ માપવા માટે સૂર્યનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કોઈ એક સ્થળે બરાબર મધ્યાહ્ન સમયે આકાશમાં સૂર્યની સ્થિતિ માપીએ છીએ. ત્યાર બાદ આપણે પશ્ચિમ દિશામાં ૨૦૦ કિલોમીટર દૂર જઈએ છીએ અને બીજે દિવસે સૂર્ય પૂર્વ દિશામાં કેટલો દૂર ગયો છે તેનું પણ માપ લઈએ છીએ. જો આ સ્થળે આપણે જમીનના કાટખૂણે એક થાંભલો ઊભો કરીએ અને સૂર્યનાં કિરણો સાથે થાંભલાનો ખૂણો તેના પડછાયા વડે માપીએ તો તેનાથી પૃથ્વીનો પરિઘ શોધી શકાય છે એમ વિજ્ઞાનીઓ કહે છે. એક વખત પૃથ્વીનો પરિઘ આ રીતે મળી જાય એટલે નીચેની આકૃતિ મુજબ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર પણ શોધી શકાય છેઃ
R F
d
90-F |
આ આકૃતિમાં ‘R’ છે તે પૃથ્વીની ત્રિજ્યા છે, ‘d’ છે તે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે અને ‘F’ છે તે સૂર્યનાં કિરણો વડે પૃથ્વી ઉપર બનતો ખૂણો છે. આ માપનો ઉપયોગ કરીને d=R tan F
ના સમીકરણ મુજબ વિજ્ઞાનીઓ સૂર્યનું અંતર શોધે છે. પરંતુ પૃથ્વી દડા જેવી ગોળ નથી માટે પૃથ્વીની ત્રિજ્યા ખોટી મળે છે અને સૂર્યનું અંતર પણ ખોટું મળે છે.
Jain Education International
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવા માટે બીજી પણ અનેક પદ્ધતિઓ છે. આ દરેક પદ્ધતિમાં પૃથ્વીને દડા જેવી ગોળ માનીને જ બાકીની ગણતરીઓ કરવામાં આવે છે. ટૂંકમાં અવકાશી પદાર્થોના અંતરની બધી જ ગણતરીઓનો પાયો પૃથ્વી દડા જેવી ગોળ છે, એવી માન્યતા છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી એટલે આ પાયો જ ખોટો પુરવાર થતાં તેના આધારે કરવામાં આવેલી અવકાશી પદાર્થોના અંતરની બધી જ ગણતરીઓ ખોટી સાબિત થાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવા માટે શુક્રના ગ્રહનો પણ ઉપયોગ કરવામાં આવે છે. શુક્રનો ગ્રહ દર ૧૧૦ વર્ષે બરાબર સૂર્યની સામેથી પસાર થાય છે. તે વખતે પૃથ્વીના બે જુદા જુદા બિંદુએથી શુક્રનો પડછાયો જોવાથી સૂર્યનું અંતર માપી શકાય, એમ
વિજ્ઞાનીઓ કહે છે.
શુક્રની મદદથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવા માટે શુક્ર જ્યારે સૂર્યની નજીકથી પસાર થઈ રહ્યો હોય ત્યારે પૃથ્વી ઉપર ખૂબ દૂર આવેલાં બે બિંદુઓ ઉપરથી સૂર્યના બેકગ્રાઉન્ડમાં શુક્રની તસવીરો ખેંચી લેવામાં આવે છે.
આકૃતિમાં એમ-૧ અને એમ-૨ પૃથ્વી ઉપરનાં બે બિંદુઓ છે. એમ-૧ ઉપરથી જોતાં શુક્રનો ગ્રહ સૂર્યની ડિસ્ક ઉપર વી-૧ બિંદુએ દેખાય છે. એમ-૨ ઉપરથી જોતાં શુક્રનો ગ્રહ સૂર્યની ડિસ્ક ઉપર વી–૨ બિંદુએ દેખાય છે. આ બન્ને સ્થળ ઉપરથી સૂર્યની જે તસવીરો ઝડપવામાં આવી હોય છે તેના ઉપરથી વી-૧ અને વી– ૨ વચ્ચેનું અંતર શોધી શકાય છે. આ અંતર સૂર્યની ત્રિજ્યાના માપમાં હોય છે.
શુક્ર
આકૃતિમાં પૃથ્વીને દડા જેવી ગોળ માની લેવામાં આવી છે અને ‘ઓ’ તેનું કેન્દ્ર છે. આકૃતિમાં સૂર્યને પણ દડા જેવો ગોળ માની લેવામાં આવ્યો છે અને ‘સી’ તેનું કેન્દ્ર છે. એમ-૧ ઉપરથી શુક્રને વી-૧ ઉપર જોઈ શકાય છે. એમ -૧ વી-૧ રેખા સૂર્યના કેન્દ્ર સાથે ડી-૧ ખૂણો બનાવે છે અને એમ- ૨વી– ૨ રેખા સૂર્યના કેન્દ્ર સાથે ડી-૨ ખૂણો બનાવે છે. હવે આ આકૃતિમાં પૃથ્વીને દડા જેવી ગોળ માનીને અને સૂર્યને પણ દડા જેવો ગોળ માનીને ગણતરી કરવામાં આવે ત્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ૯૩,૦૦૦,૦૦૦ માઇલ મળે છે. પૃથ્વી હકીકતમાં દડા જેવી ગોળ નથી અને સૂર્ય પણ દડા જેવો ગોળ ન હોવાથી આ અંતર ખોટું પુરવાર થાય છે. આ રીતે સૂર્યનું અંતર માપવાની વર્તમાન પદ્ધતિ અવૈજ્ઞાનિક છે.
આકાશમાં આવેલા તારાઓનું અંતર માપવા માટે વિજ્ઞાનીઓ ‘પેરેલેક્સ' તરીકે ઓળખાતી પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ‘પેરેલેક્સ’ પદ્ધતિ પહેલાં સમજવી જરૂરી છે. આ માટે બે આંખની બરાબર વચ્ચે તમારી ડાબા હાથની આંગળી રાખો. હવે ડાબી આંખ બંધ કરીને જમણી આંખ વડે આંગળી જુઓ. આંગળી ડાબી તરફ દેખાશે. હવે જમણી આંખ બંધ કરીને ડાબી આંખ વડે આંગળીને જુઓ. આંગળી જમણી તરફ સરકી ગયેલી જણાશે. હકીકતમાં આંગળી તો જ્યાં હતી ત્યાં જ છે, પણ તેને જોનારી આંખ
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૩
For Private Personal Use Only
www.jaine||brary.org