________________
જૈન ભૂગોળમાં અંતર માપવા માટે અંગુલથી લઈને યોજન સુધીના માપનો ઉપયોગ કરવામાં આવે છે. એક યોજનના ચાર ગાઈર્ક થાય છે અને એક ગાઉ બરાબર ૨૦૦૦ ધનુષ થાય છે એ બાબતમાં કોઈ વિસંવાદ નથી. ભારતનાં ગામડાઓમાં આજે પણ અંતર માપવા માટે ગાઉનો ઉપયોગ થાય છે. આ ગાઉ અને જૈન શાસ્ત્રોમાં ઘર્ણવવામાં આવેલા ગાઉં વચ્ચે કોઈ ફરક ખરો, એ વિચારણીય મુદ્દો છે. તેનાથી પણ વધુ અટપટો મુદ્દો એક યોજન અને એક માઇલ વચ્ચે શું સંબંધ, એ છે. ભારતમાં અંગ્રેજોનું આગમન થયું તે અગાઉ બધો જ વ્યવહાર ગાઉ અને યોજનમાં ચાલતો હતો. અંગ્રેજોના પ્રભાવ હેઠળ ભારતમાં પણ અંતર માપવા માટે માઇલનો ઉપયોગ શરૂ થયો. આ કારણે આજે અંતરની માપણી બાબતમાં અનેક ગૂંચવાડાઓ પેદા થયા છે.
જૈન શાસ્ત્રોમાં ઉત્સેધ અંગુલનું જે માપ છે તે ચક્રવર્તીપાસે એલા કાકિણી રત્નના માપ ઉપરથી નક્કી કરવામાં આવ્યું છે. દરેક ચક્રવર્તીપાસે એક સમઘન આકારનું કાકિણી નામનું રત્ન હોય છે. આ સમઘનને છ સપાટી હોય છે અને ૧૨ કિનારી હોય છે. આ સમઘનની દરેક બાજુની લંબાઈ ઉપરથી ઉત્સેધ એંગલનું માપ નક્કી કરવામાં આવ્યું છે. ચક્રવર્તી યારે દુનિયા નવા જાય ત્યારે દરરોજ જેટલો પ્રવાસ કરે છે, તે માપને એક યોજન ગણવામાં આવે છે. એ યોજન બરાબર ૭,૬૮,૦૦૦ ઉત્સેધ અંગુલ થાય છે. આ રીતે જૈન શાસ્ત્રોમાં એક અંગલનું અને એક યોજનનું માપ નક્કી કરવામાં આવ્યું છે. શ્રી ઋષભદેવ ભગવાનની ઊંચાઈ ૫૦૦ ધનુષની હતી. આ ૫૦૦ ધનુષ બરાબર ૪૮,૦૦૦ ઉત્સેધ અંગુલ થાય. શ્રી ઋષભદેવ ભગવાનના આત્મ અંગુલ મુજબ તેમના શરીરની ઊંચાઈ ૧૨૦ અંગુલ હતી. આ રીતે એક આત્મ અંગુલનું માપ ૪૦૦ ઉત્સેધ અંગુલ થવું જોઈએ.
બ્રિટનમાં પણ એક માઇલનું અંતર માપવા માટે જુદાં જુદાં માપો અસ્તિત્વમાં હતાં. ઈંગ્લેન્ડના રાજા પહેલા હેનરીએ પોતાના હાથની લંબાઈ જેટલા એક વારનું માપ પ્રચલિત કર્યું હતું. એડવર્ડ બીજા રાજાએ આ માપ રદ કર્યું અને તેની જગ્યાએ કાયદો કર્યો કે જવના ત્રણ દાણા સુરેખ ગોઠવવાથી જેટલી જગ્યા રોકે તેને એક ઇંચ ગણવો. આવા ૧૨ ઇંચનો એક ટ અને ત્રણ ફૂટનો એક વાર ગણાતો હતો.
ભારતમાં મોગલ શહેનશાહ અકબરે એવું નક્કી કર્યું હતું કે ૪૧ આંગળીની પહોળાઈ જેટલો એક ઇલાહી ગજ ગણવો. આ ઇલાહી ગજની લંબાઈ આશરે ૨૯.૬૩ ઈંચ થતી હતી જ્યારે બ્રિટિશ ગજની લંબાઈ ૩૬ ઇંચ જેટલી થતી હતી. ભારતમાં બ્રિટિશ શાસન આવ્યું તે પછી આ ઇલાહી ગજ ૩૩ ઇંચનો નક્કી કરવામાં આવ્યો. ઈ.સ. ૧૮૭૮માં એવું નક્કી કરવામાં આવ્યું કે ૧૭૬૦ વાર બરાબર એક માઇલ ગણવો.
ભારતના મોટા ભાગમાં અત્યારે યોજનનું જે માપ
Jain Education International
અસ્તિત્વમાં છે તે મુજબ એક ગાઉમાં બે માઇલ હોય છે ; માટે ચાર ગાઉ એટલે કે એક યોજનના ૮ માઇલ થવા જોઈએ. અકબરના દરબારમાં રહેલો ઇતિહાસકાર અલ બરૂની પણ એક યોજન બરાબર ચાર ગાઉ બરાબર આઠ માઇલનું માપ આપે છે. જોકે આજે પણ ભારતના પંજાબ પ્રાંતમાં જે ગાઉ (કોશ) વપરાય છે, તેની લંબાઈ સવા માઇલ જેટલી જ હોય છે. આ ગણતરીએ પંજાબી યોજન પાંચ જ માઇલનો થાય છે. ઉત્તર પ્રદેશ વિસ્તારમાં એક ગાઉ બરાબર સવા બે માઇલનું માપ છે; માટે ઉત્તર પ્રદેશના એક યોજન બરાબર ૯ માઇલ થાય છે. દક્ષિણ ભારતમાં એક ગાઉ બરાબર ૪ માઇલ થાય છે; માટે દક્ષિણ ભારતમાં એક યોજન બરાબર ૧૬ માઇલ જેટલું માપ થાય છે. આ રીતે ભારતના વિવિધ પ્રાંતોમાં યોજનનું માપ બદલાયા કરે છે.
ઈ.સ. ૩૯૯ અને ૪૧૩ વચ્ચે ભારતની મુસાફરી કરનારા ચીની યાત્રી ફાહિયાને પોતાના પ્રવાસવર્ણનમાં અંતરની ગણતરી માટે યોજનનો ઉપયોગ કર્યો હતો. ફાહિયાને ભારતનાં મુખ્ય સ્થળો વચ્ચેનાં અંતરોની જે નોંધ કરી હતી તેની સરખામણી બ્રિટિશ માલ સાથે કરીને ડો. કનિંગહામે શોધી કાઢ્યું હતું કે એક યોજન એટલે ૬.૭ માઇલ થાય છે. આ જ ગણતરી અન્ય પ્રકારે પણ યોગ્ય જણાય છે. જૈન શાસ્ત્રો મુજબ જંન્રીપનો સૂર્ય સૌથી અંદરના મંડળ અને સૌથી બહારના મંડળ વચ્ચે જે સ્થળાંતર કરે છે તેનું અંતર ૫૧૦ યોજન જેટલું છે. હવે આધુનિક ભૂગોળ મુજબ સૂર્ય કર્ક વૃત્ત અને મકરવૃત્ત વચ્ચે સ્થળાંતર કરે છે. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનું અંતર ૩૨૪૩ માઇલ જેટલું થાય છે. આ ઉપરથી કરી શકાય કે ૫૧૦ યોજન બરાબર ૩૨૪૩ માઇલ થાય. ૩૨૪૩ને ૫૧૦ થી ભાગતાં એક યોજન બરાબર ૬.૩૬ માઇલનું માપ આવે છે.
સૂર્યની ગતિના આધારે પણ એક યોજન બરાબર કેટલા માઇલ - એ ગણી શકાય છે. જંબુદીપનો વ્યાસ એક લાખ યોજન છે, માટે તેનો પરિઘ ૩,૧૬,૨૨૭ યોજન જેટલો છે. સૂર્ય આટલું અંતર ૪૮ કલાક અથવા ૬૦ મુહૂર્તમાં ફરે છે, માટે સૂર્ય એક કલાકમાં ૫૮૮ યોજન અંતર કાપે છે. હવે સૂર્ય એક રેખાંશ ચાર મિનિટમાં ખસે છે. આ હિસાબે સૂર્ય એક કલાકમાં ૧૫ રેખાંશ ખસે છે, વિષુવવૃત્ત પાસે બે રેખાંશ વચ્ચે ૬૯ માઇલનું અંતર હોય છે. આ હિસાબે સૂર્યની ગતિ એક કલાકમાં ૧૦૩૫ માઇલ જેટલી જોવા મળે છે. આ ગણતરીએ એક માઇલ બરાબર ૬.૩૭ યોજન જેટલું માપ આવે છે. અગાઉ આપણને એક યોજન બરાબર ૬.૩૬ માઇલનું માપ મળ્યું હતું. હવે તેનાથી તદ્દન ઊંધું માપ મળે છે. જૈન ભૂગોળનો આ એક મોટો કોયડો છે. આ વિષયમાં અનેક પ્રકારના વિસંવાદો જોવા મળે છે. આ અંગે કોઈ યોગ્ય સમાધાન ઉપલબ્ધ હોય તો જણાવા આ વિષયના વિદ્વાનોને નમ્ર વિનંતી છે.
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org