Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre

View full book text
Previous | Next

Page 237
________________ ૫૨ ચંદ્રના પ્રદક્ષિણા સમય બાબતમાં ગોટાળો આજના વિજ્ઞાનીઓ આપણને એવું સમજાવવાની કોશિશ કરે છે કે ચંદ્રને પૃથ્વીની આજુબાજુ એક પ્રદક્ષિણા પૂરી કરતાં ૨૮ દિવસનો સમય લાગે છે અને પોતાની ધરી ઉપર એક ચક્કર ફરતાં પણ ૨૮ દિવસનો સમય લાગે છે. આપણું નિરીક્ષણ એમ કહે છે કે ચંદ્ર આશરે ૨૫ કલાકમાં પૃથ્વીની વર્તુળાકાર પ્રદક્ષિણા કરીને પોતાના મૂળ સ્થાન ઉપર આવી જાય છે. આપણને જે દેખાય છે તે સાચું માનવું કે વિજ્ઞાનીઓ કહે છે તે સાચું માનવું? આપણું નિરીક્ષણ એમ કહે છે કે સૂર્ય ૩૦ દિવસમાં પૃથ્વીની જેટલી વખત પ્રદક્ષિણા કરે છે તેના કરતાં ચંદ્ર એક પ્રદક્ષિણા ઓછી કરે છે. એટલે કે ચંદ્ર દરરોજ ૧૨ અંશ જેટલો પાછળ જાય છે. ચંદ્ર ૧૨ અંશ પાછો પડે છે તેનો અર્થ વિજ્ઞાનીઓ એવો કરે છે કે તે ઊંધી દિશામાં દરરોજ ૧૨ અંશ આગળ જાય છે. આ વાત અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે. ૫૩ પૃથ્વીની જે રીતે પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા કરી શકાય છે તેમ ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકાતી નથી અને આજ સુધી કોઈએ કરી પણ નથી. કોઈ પણ ગોળો ત્યારે જ સાચો કહેવાય જ્યારે તેની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ સહિતની કોઈ પણ દિશામાં પ્રદક્ષિણા કરી શકાય. આપણને એવું પણ કહેવામાં આવે છે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ વર્તુળાકાર છે અને તેને રેખાંશ કહેવામાં આવે છે. હકીકતમાં આ રેખાઓ વર્તુળાકાર નથી, કારણ કે તેમાં એક બિંદુથી એક જ દિશામાં પ્રવાસ કરતા ફરી પાછા તે બિંદુ ઉપર આવી શકાતું નથી. વિજ્ઞાનીઓ રેખાંશને ૩૬૦ અંશમાં વહેંચે છે તે પણ મોટી ભૂલ છે. ૩૬૦ અંશ વર્તુળના હોય છે, પણ રેખાંશ વર્તુળાકાર ન હોવાથી તેના કોઈ અંશ ન હોઈ શકે. રેખાંશ ઉપર વર્તુળાકારમાં પ્રદક્ષિણા થઈ શકતી નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ધ્રુવનો તારો નીચે સરકતો જાય છે. ૫૪ . . રેખાંશ વર્તુળાકાર નથી જો આપણે કોઈ સપાટ મેદાન ઉપર કોઈ ઊંચી વસ્તુથી દૂર જતા જઈએ તો આપણે જેમ દૂર જઈએ તેમ વસ્તુની ઊંચાઈ ઓછી થતી હોવાનો ભાસ થાય છે. જે વાત નાના સ્તરે લાગુ પડે છે તે મોટા સ્તરે પણ લાગુ પડવી જોઈએ. વસ્તુ ગમે તેટલી ઊંચી Jain Education International હોય અને આપણે તેનાથી ગમે તેટલા દૂર જઈએ તો પણ નિયમ એક જ રહેવો જોઈએ. આ નિયમ મુજબ જ આપણે ધ્રુવના તારાથી દૂર જઈએ તેમ આકાશમાં તે વધુ ને વધુ નીચો દેખાય છે. આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ હોવાથી આવું બને છે. જે પ્રક્રિયા દષ્ટિસાપેક્ષતાના સાદા સિદ્ધાંતની મદદથી સમજાવી શકાય તેવી છે તેના માટે પૃથ્વી ગોળ હોવાનું માની લેવું જરૂરી નથી. આ પ્રક્રિયાને પૃથ્વી ગોળ હોવાની સાબિતી ગણાવવી તેના જેવી બીજી કોઈ અપ્રામાણિકતા નથી. આ ૧૪ ૧૪ ૫૫ નદીઓ બધી દિશામાં વહે છે આ પૃથ્વી ઉપર એવી નદીઓ છે કે જેઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ બધી જ દિશામાં વહે છે. હવે જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો બધી નદીઓ ઉત્તર દિશાઓમાંથી નીકળવી જોઈએ અને દક્ષિણ દિશામાં વહેવી જોઈએ. હકીકતમાં ઘણી નદીઓ દક્ષિણ દિશામાંથી નીકળે છે અને ઉત્તર દિશામાં વહે છે. આ નદીઓ પૃથ્વીના ગોળામાં નીચેના ભાગમાંથી નીકળીને ઉપર જતી દેખાય છે. વળી આ નદીઓની લંબાઈ દરમિયાન વચ્ચે પૃથ્વીની જાડાઈ પણ આવવી જોઈએ. તેનો અર્થ એવો થાય છે કે નદીઓ ટેકરીની એક બાજુથી ઉપર ચડે છે અને બીજી બાજુથી નીચે ઊતરી જાય છે. હકીકતમાં પાણી હંમેશાં નીચે તરફ ગતિ કરે છે. કોઈ બાહ્ય બળ વગર તે ઉપર ચડી શકે નહીં. પૃથ્વી દડા જેવી ગોળ હોય તો નદીઓએ ટેકરી ઉપર ચડવું પડે. આ શક્ય નથી, માટે સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૧૬ સમુદ્રનું પાણી બહાર ફેંકાતું નથી પૃથ્વી જો પોતાની ધરી ઉપર સેકન્ડના ૧૯ માઇલની ઝડપે ગોળ-ગોળ ફરતી હોય તો પૃથ્વીની સપાટી ઉપર રહેલા સમુદ્રનું પાણી કોઈ સંયોગોમાં સ્થિર રહી શકે નહીં. બરફના ગોળામાં વચ્ચે સળી ભરાવીને તેને ગોળ-ગોળ ફેરવવામાં આવે ત્યારે પણ બરફ પીગળે છે અને ચારે તરફ પાણીના છાંટા ઊડે છે, જ્યારે પાણીનો તો ગોળો જ બની શકતો નથી. ધારો કે આવો ગોળો બનાવીને તેને ચક્કર-ચક્કર ઘુમાવવામાં આવે તો ચોતરફ પાણી ઊડ્યા વિના રહી શકે ખરું? પૃથ્વી ઉપરના મહાસાગરો જો પાણીના ગોળા જેવા હોય અને પૃથ્વી સેકન્ડના ૧૯ માઇલની ઝડપે ગોળગોળ ઘૂમતી હોય તો મહાસાગરોનું પાણી આકાશમાં સેંકડો માઇલ ફંગોળાયા વિના રહે ખરું? આવું બનતું નથી; જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૨૩૫ For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252