Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre

View full book text
Previous | Next

Page 248
________________ (૨)એકજ શબ્દમાંજવાબો આપો (૧) કોપરનિકસ કોણ હતા? (ક) ગણિતશાસ્ત્રી (ખ) ખગોળશાસ્ત્રી (ગ) ભૂગોળશાસ્ત્રી (ઘ) છાયાશાસ્ત્રી (૨) કોપરનિકસે ક્યા આધારે વિશ્વના કેન્દ્રમાં સૂર્ય છે, એવું ઠરાવ્યું? (ક) નિરીક્ષણ (ખ) પ્રયોગ (ગ) તરંગ (ઘ) અનુભવ (૩)કોપરનિકસે પોતાનું પુસ્તક કોને અર્પણ કર્યું? (ક) પોપ (ખ) ઓસિયાન્ડર (ગ) ગેલિલિયો (ઘ) પ્લેટો (૪) દૂરબીન બનાવી અવકાશનું નિરીક્ષણ કોણે કર્યું? (ક) કોપરનિકસ (ખ) ગેલિલિયો (ગ) બ્રાહે (ઘ) આર્યભટ્ટ (૫) ટાયકો બ્રાહમાં કઇ વિશિષ્ટ શક્તિ હતી? (ક) ચિંતન (ખ) પ્રયોગો (ગ) જાદુ (ઘ) નિરીક્ષણ (૬) ટાયકોના મત મુજબ ગ્રહો શેની પ્રદક્ષિણા કરે છે? (ક) પૃથ્વી (ખ) સૂર્ય (ગ) ચંદ્ર (ઘ) આકાશગંગા (૭) જોહાનિસ કેપ્લરનું પુસ્તક “સોમ્નિયમ” ક્યા પ્રકારનું પુસ્તક હતું? (ક) સંશોધન (ખ) વિજ્ઞાન (ગ) કલ્પનાકથા (ઘ) અનુભવકથા (૮) કેપ્લરની કલ્પના મુજબ કઇ શક્તિના આધારે ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હતા? (ક) ગુરૂત્વાકર્ષણ (ખ) સૂર્યશક્તિ (ગ) દેવી (ઘ) યાંત્રિક (૯) કેપ્લરના મતે ગ્રહો ક્યા પ્રકારની ભ્રમણકક્ષા ધરાવતા હતા? (ક) વર્તુળાકાર (ખ) અંડાકાર (ગ) સર્પાકાર (ઘ) ગોળાકાર (૧૦) ન્યૂટને જે ગુરૂત્વાકર્ષણની થિયરી શોધી તેની મૂળ કલ્પના કોણે કરી હતી? (ક) આર્યભટ્ટ (ખ) બ્રાહે (ગ) કોપરનિકસ (ઘ) ત્રણમાંથી કોઇ નહીં (૩) એકજવાક્યમાં સાચા જવાબો શોધો. (૧) જોહાનિસકેપ્લર કેવા ભ્રમમાં હતો? (ક) હું જગતને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાવ છું.(ખ) હું જગતને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાવ છું. (ગ) હું જગતને અસત્યમાંથી સત્ય તરફ લઇ જાવ છું.(ઘ) હું જગતને સત્યમાંથી અસત્ય તરફ લઇ જાવ છું. (૨) ગેલિલિયોએ કેમ માની લીધું કે ચાર તારાઓ ગુરુના ઉપગ્રહો હતા? (ક) કારણ કે તેઓ સૂર્યની પ્રદક્ષિણા કરતા હતા. (ખ) કારણ કે તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા. (ગ) કારણ કે તેઓ ગુરુની પ્રદક્ષિણા કરતા હતા. (ઘ) કારણ કે તેઓ ચંદ્રની પ્રદક્ષિણા કરતા હતા. (૩) સૂર્ય ઉપરનાં ટપકાંઓ શા માટે આપણને ખસતા દેખાય છે? (ક) કારણ કે સૂર્ય પોતાની ધરી ઉપર ફરે છે. (ખ) કારણ કે સૂર્ય અર્ધા કાપેલા તરબૂચ જેવો છે. (ગ) કારણ કે સૂર્ય ગોળા જેવો છે. (ઘ) કારણ કે સૂર્ય પોતાનું સ્થાન બદલે છે. (૪) કેપ્લર અને ગેલિલિયો કેમ ક્યારેય નહોતા મળ્યા? (ક) કારણ કે તેઓ સમકાલીન નહોતા (ખ) કારણ કે તેઓ એકબીજાના દુશ્મન હતા. (ગ) કારણ કે તેઓ અલગ ખંડોમાં રહેતા હતા. (ઘ) સાચું કારણ ખબર નથી. (૫) ગેલિલિયોએ દૂરબીન દ્વારા જે નિરીક્ષણો કર્યા તે કેવાં હતાં? (ક) નિરીક્ષણો ખોટાં હતાં અને તારણો પણ ખોટાં હતાં. (ખ) નિરીક્ષણો ખોટાં હતાં પણ તારણો સાચાં હતાં. (ગ) નિરીક્ષણો સાચાં હતાં પણ તારણો ખોટાં હતાં. (ઘ) નિરીક્ષણો સાચાં હતાં અને તારણો પણ સાચાં હતાં. (૬) ખ્રિસ્તી ધર્મગુરુઓ શા માટે ગેલિલિયોનો વિરોધ કરતા હતા? જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252