________________
જગતીના ઉપરના ભાગમાં આઠ યોજનની ઊંચાઈએ બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ પહોળી વેદિકા આવેલી છે. આ વેદિકાની બન્ને બાજુએ બે યોજનમાં ૨૫૦ ધનુષ જુન પહોળાઈવાળા બે વનખંડો આવેલા છે.
જંબૂદ્વીપ નામ કેવી રીતે પડ્યું?
જંબૂદ્વીપમાં ઉત્તર કક્ષેત્રના પૂર્વાર્ધમાં મધ્ય ભાગે જંબૂના વૃક્ષના આકારનું શાશ્વત અને સ્થિર વિવિધ રત્નમય પૃથ્વીકાયા સ્વરૂપ વૃક્ષ છે. જંબૂદ્વીપનો અધિપતિ અનાદત દેવ આ વૃક્ષ ઉપર ચડે છે. આ વૃક્ષના નામ ઉપરથી આ દ્વીપનું નામ જંબૂદ્વીપ પડ્યું છે.
જંબૂવૃક્ષના પાયામાં બાર યોજનનો વ્યાસ ધરાવતી અને બે ગાઉ ઊંચી જંબુપીઠ છે. તેની ફરતે પદ્મવર વેદિકા છે. આ વેદિકાને બે ગાઉ ઊંચાં અને એક ગાઉ પહોળાં મનોહર ચાર દ્વારો છે. જંબૂવૃક્ષના મધ્યમાં ૮ યોજનનો વ્યાસ ધરાવતી અને ચાર યોજન ઊંચી મણિપીઠિકા છે. તેની ઉપર આ શાશ્વત જંબૂવૃક્ષ ઊભું છે.
જંબૂવૃક્ષનાં મૂળિયાં વજરત્નમય છે. જમીનમાં રહેલું થડ
અરિષ્ટ રત્નમય છે. બહાર રહેલું થડ વૈર્ય રત્નમય છે. આ થડની ચાર દિશામાં ચાર મુખ્ય શાખાઓ છે. આ શાખાઓ સુવર્ણમય અને પીળા રંગની છે.
જંબૂવૃક્ષના મધ્ય ભાગમાં ઊર્ધ્વ દિશામાં જતી મોટામાં મોટી વિડમા શાખા છે. તે રૂપેરી છે. આ ઉપરાંતની પ્રશાખાઓ કંઈક સફેદ રંગની સુવર્ણમય છે. આ વૃક્ષનાં પાંદડાઓ નીલવર્ણનાં છે અને તે વૈડૂર્યરત્નના બનેલા છે. આ વૃક્ષ વિવિધ રત્નમય પુષ્પો અને ફળવાળું છે. આ બધું જ શાશ્વત છે.
જંબૂવૃક્ષની ચાર શાખાઓ ઉપર તેના અધિષ્ઠાયક અનાદત દેવના ચાર પ્રાસાદો આવેલા છે. વચ્ચેની વિડમા શાખા ઉપર શાશ્વત જિનમંદિર આવેલું છે. આ સર્વ પ્રાસાદો અને જિન મંદિર એક ગાઉ લાંબાં, અડધો ગાઉ પહોળાં અને ૧૪૪૦ ધનુષ ઊંચાં છે. આ જંબૂવૃક્ષ અનુક્રમે ૧૨ વેદિકા વડે વીંટળાયેલું છે. આ જંબૂવૃક્ષની આસપાસ ૧૦૦-૧૦૦ યોજનનો વ્યાસ ધરાવતાં ત્રણ વનો આવેલાં છે. તેમાં પ્રથમ વનમાં જંબૂપીઠથી ૫૦ યોજન દૂર ચાર દિશામાં ચાર ભુવનો અને ચાર વિદિશામાં અનાદત દેવના ચાર પ્રાસાદો આવેલા છે.
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org