________________
*]e hà
૧૦ યોજન
_*]h Ob
યોજન
Jain Education International
તમિસ્રા ગુફા
બીજી મેખલા
પહેલી મેખલા
ઉપરનો ભાગ
()
ખંડપ્રપાતા ગુફા
૧૧૧ યોજન છે. દીર્ધ વૈતાઢ્ય પર્વતને કારણે ભરત ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગો થાય છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં તળેટીથી ૧૦ યોજન ઉપર જતાં ૧૦ યોજન પહોળાઈ ધરાવનો સપાટ વિસ્તાર આવે છે. આ વિસ્તારને મેખલા કહેવામાં આવે છે. ત્યાંથી વધુ ૧૦ યોજન ઉપર જતાં ૧૦ યોજન પહોળાઈની બીજા મેખલા આવે છે. ત્યાંથી વળી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢ્ય પર્વતની ટોચનો ભાગ આવે છે, જેની પોળાઈ ૧૦ યોજન છે. તળેટીની લંબાઈ ૫૯ યોજન છે. પહેલી મેખલાએ લંબાઈ ૩૦ યોજન છે અને ટોચની લંબાઈ ૧૦ યોજન છે.
વૈતાઢ્ય પર્વતની પ્રથમ મેખલાનો દક્ષિણ ભાગ જીપની જગતીની પહોળાઈને કારણે થોડો નાનો છે, જ્યારે ઉત્તર ભાગ થોડો મોટો છે. પ્રથમ મેખલામાં દિક્ષણ ભાગમાં વિદ્યાધર મનુષ્યોનાં ૫૦ નગરો છે અને ઉત્તર ભાગમાં વિદ્યાધર મનુષ્યોનાં ૦ નગરો છે. આ રીતે એક વૈતાઢ્ય પર્વન ઉપર વિદ્યાધર મનુષ્યોનાં ૧૧૦ નગરો છે. જંબુદીપમાં આવેલાં ૩૪ દીધું વૈતાઢ્યોમાં આ રીતે કુલ ૩૭૪૦ વિધાધર મનુષ્યોનાં નગરો આવેલાં છે.
વૈતાદ્ય પર્વતની બીજી મેખલામાં વ્યંતર દેવો નિવાસ કરે
૧૦ યોજન વિસ્તાર
૩૦ યોજન વિસ્તાર
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૮
For Private & Personal Use Only
૫૦ યોજન વિસ્તાર
દીર્ઘ વૈતાઢ્ય પર્વત
નોંધ ઃ પર્વત પૂર્વ-પશ્ચિમ હજારો યોજન લાંબો સમજવો.
છે. તિર્યંચ્છ્વમ્ભક નામના આ દેવો ઇન્દ્રોની ચાકરી કરે છે. મેરુ પર્વતની ઉત્તરે જે ૧૭ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે, તેની ઉપર સૌધર્મેન્દ્રના સોમ, યમ, વર્ણ અને કુબેર એવા ચાર પ્રકારના લોકપાલોના સેવક દેવો રહે છે. મેરુ પર્વતની દક્ષિણે જે ૧૭ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો આવેલા છે, તેમાં ઈશાનેન્દ્રના ચાર પ્રકારના લોકપાલોના સેવક દેવો વસવાટ કરે છે. હરિવર્ષે ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં વિકટાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલો છે. આ પર્વત હરિસતિના મહાનદીની પશ્ચિમમાં અને હરિકાંના મહાનદીની પૂર્વ દિશામાં આવેલો છે.
રમ્યક ક્ષેત્રની બરાબર મધ્યમાં ગંધાપાતી નામનો વૃત્ત વના પર્વત આવેલો છે. આ પર્વત નરકાંતા મહાનદીની પશ્ચિમમાં અને નારીકાંતા મહાનદીની પૂર્વમાં આવેલો છે.
હિરણ્યવંત ક્ષેત્રમાં માહ્યવંત નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત મધ્યમાં આવેલો છે. આ પર્વત સુવર્ણફૂલા મહાનદીની પશ્ચિમમાં અને રૂપ્યલા માનદીની પૂર્વમાં છે.
આ દરેક વૈતાઢ્ય પર્વતઉપર આવેલા પ્રાસાદમાં તેના અધિષ્ઠાયક દેવો રહે છે. શબ્દાપાની વૃત્ત વૈતાઢ્ય પર્વતનો અધિપતિ સ્વાતી નામનો દેવ છે. વિટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતનો અધિપતિ અરુણ નામનો દેવ છે. ગંધાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતનો અધિપતિ
www.jainelibrary.org