Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre

View full book text
Previous | Next

Page 218
________________ (૪) સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ (૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ : પલ્ય એટલે નળાકાર પ્યાલો અથવા કૂવો. આ પ્યાલાની અથવા કૂવાની ઉપમાથી આપણે કાળની ગણતરી કરવાની છે, માટે તેને પલ્યોપમ કાળ કહેવામાં આવે છે, એક ચાર ગાઉ લાંબો, ચાર ગાઉ પહોળો અને ચાર ગાઉં ઊંડો નળાકાર પ્યાલો લેવામાં આવે છે. આ પ્યાલામાં દેવકુરુ અથવા ઉત્તરકુરુ ક્ષેત્રમાં વસતા યુગલિક મનુષ્યોના શીર્ષમુંડન પછીના ૧ થી ૭ દિવસમાં ઊગેલા બારીક વાળને ખીચોખીચ ભરવામાં આવે છે. એક અંગુલ જેટલી જગ્યામાં આવા ૨૦૯૭૧૫૨ વાળ સમાય છે. ૨૪ આંગળનો એક હાથ હોવાથી એક હાથજેટલી જગ્યામાં આવા ૫૦૩૩૧૬૪૮ વાળ સમાય છે. ૪ હાથનો એક ધનુષ થતો હોવાથી એક ધનુષ જેટલી જગ્યામાં આ પ્રકારના ૨૦૧૩૨૬૫૯૨ વાળ સમાય છે. ૨૦૦૦ ધનુષનો એક ગાઉ થતો હોવાથી એક ગાઉ જેટલી જગ્યામાં આ પ્રકારના ૪૦૨૬૫૩૧૮૪૦૦૦ વાળ સમાય છે. આ મુજબ ચાર ગાઉમાં ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ વાળ સમાય છે. આટલા વાળથી ચાર ગાઉ લાંબા-પહોળા કવાના તળિયામાં માત્ર એક હરોળ ભરાય છે. આ સંખ્યાનો વર્ગ કરતાં ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬૦૦૦૦૦૦ આવે. આટલા વાળથી કૂવાનું માત્ર તળિયું ભરાય છે. આખો કૂવો ભરવા માટે આ સંખ્યાનો પણ વર્ગ કરવો પડે. આ સંખ્યા ૪૧૭૮૪૪૭૬૩૨૫૮૮૧૫૮૪૨૭૭૮૪૫૪ ૪૨૫૬૦૦૦૦૦૦૦૦૦ જેટલા વાળ થાય છે. આટલી સંખ્યામાં યુગલિક મનુષ્યના વાળ લેવામાં આવે તો તેનાથી ચાર ગાઉની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ધરાવતો ધનાકાર કૂવો પૂરેપૂરો ભરાઈ જાય છે. આપણને નળાકાર જોઈએ છે, માટે આ સંખ્યાને ૧૯ વડે ગુણીને ૨૪ વડે ભાગવી જોઈએ. આમ કરતાં ૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬૦૯૭૫૩૬ ૦૦૦૦૦૦૦૦૦ આટલી સંખ્યા આવે છે. ચાર ગાઉનો વ્યાસ અને ઊંચાઈ ધરાવતા નળાકાર કૂવામાં આટલા વાળ સમાય છે. હવે આ કૂવામાંથી એક “સમય” એ એક વાળ કાઢનાં આ કૂવો જેટલા કાળમાં ખાલી થાય ને કાળને એક બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. હવે આંખના એક પલકારામાં આવા અસંખ્ય કૂવાઓ Jain Education International ખાલી થઈ જાય છે. આ કારણે અસંખ્ય બાદર ઉદ્ધાર પલ્યોપમ જેટલો કાળ તો આંખના એક પલકારામાં પસાર થઈ જાય છે. ૨) સૂક્ષ્મ ઉદ્ઘાર પલ્યોપમ : હવે ચાર ગાઉનો વ્યાસ અને ઊંચાઈ ધરાવતા નળાકાર કૂવાને બારીક વાળ વડે નહીં પણ એક વાળના અસંખ્ય ટુકડાઓ વડે ખીચોખીચ ભરવામાં આવે છે. આ કવો એવી રીતે ભરવામાં આવે છે કે તેની ઉપરથી ચક્રવર્તીનું આખું સૈન્ય પસાર થઈ જાય તો પણ વાળ તસુભાર દબાય નહીં. આ કૂવામાંથી એક ‘સમય’ એ એક વાળનો ટુકડો કાઢીએ ત્યારે આખો કૂવો ખાલી થનાં જેટલો કાળ લાગે તેને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. આ કૂવો ખાલી થતાં અસંખ્યાતા સમયો લાગે અને કરોડો વર્ષ લાગે છે. (૩) બાદર અદ્ધા પલ્યોપમ : અગાઉ બાદર ઉદ્ઘાર પલ્યોપમમાં દર ‘સમય’એ કૂવામાંથી વાળનો એક ટુકડો બહાર કાઢવાનો હતો. તેને બદલે દર ૧૦૦ વર્ષે એક વાળ બહાર કાઢવામાં આવે અને પ્યાલો જેટલા વર્ષે ખાલી થાય તેને બાદર અદ્ધા પલ્યોપમ કાળ કહેવામાં આવે છે. અગાઉ બાદર ઉદ્ધાર પલ્યોપમ માટે ૩૭ અંકની જે સંખ્યા મેળવવામાં આવી તેમાં બે શૂન્ય ઉમેરવાથી જે ૩૯ અંકની સંખ્યા આવે એટલા વર્ષનો એક બાદર અદ્ધા પલ્યોપમ થાય છે. (૪) સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ : સમ દ્વાર પલ્યોપમની ગણતરી કરવા માટે વાળના જે રીતે અસંખ્ય ટુકડાઓ કર્યા હતા તે રીતે અસંખ્ય ટુકડાઓ કરીને ૧૦૦-૧૦૦ વર્ષે એક ટુકડો બહાર કાઢીએ ત્યારે જ્યારે કૂવો ખાલી થાય તે કાળને સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ કહેવામાં આવે છે. કાળની આ ગણતરી વડે જ અવસર્પિણી, ઉત્સર્પિણી, જીવોનું આયુષ્ય, કર્મની સ્થિતિઓ, જીવોની કાયસ્થિતિ વગેરે માપવામાં આવે છે. એક સૂક્ષ્મ અહા પલ્યોપમ એટલે અસંખ્યાતાં વર્ષો થાય છે. આવા ૧૦ કરોડ પલ્યોપમને એક કરોડ વડે ગુણના એક સાગરોપમ જેટલો કાળ થાય છે. (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ : બાદર ઉદ્ધાર પલ્યોપમની ગણતરી કરતી વખતે કૂવામાં જે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252