________________
ભરત ક્ષેત્રના છ ખંડોમાં મળીને કુલ ૩૨,૦૦૦ દેશો આવેલા છે. તે પૈકી મધ્ય ખંડમાં ૫૩૨૦ પૈકી માત્ર સાડા પચીસ જ આર્ય દેશો છે અને બાકીના અનાર્ય દેશો છે. મધ્યખંડમાં જે સાડા પચીસ આર્ય દેશો છે, તેમનાં અને તેમની રાજધાનીઓનાં નામો આ મુજબ છેઃ
દેશનું નામ
મગધ
(૧) (૨) અંગ
(૩) વંગ
(૪) કાશી
(૫) કલિંગ
(૬) કોશલ
(૭) કુરુ
(૮) કુશાર્ત
(૯) પંચાલ
(૧૦) જંગાલ
(૧૧) વિદેહ
(૧૨) સુરાષ્ટ્ર
(૧૩) વત્સ
(૧૪) મલય (૧૫) શાંડિલ્ય
(૧૬) વરુણ
(૧૭) મત્સ્ય
(૧૮) ચેદી (૧૯) દશાર્ણ (૨૦) સિંધુ (૨૧) સૌવીર
(૨૨) શૂરસેન
(૨૩) માસપુરાવર્ત
(૨૪) કુણાલ (૨૫) લાટ (૨૫) કૈકયાર્દ્ર
ભરત ક્ષેત્રની ભૂગોળ
Jain Education International
રાજધાની
રાજગૃહી
ચંપાપુરી
તામ્રલિપિ
વારાણસી
કાંચનપુરી
અયોધ્યા
હસ્તિનાપુર
શૌર્યપુર
કાંપિલ્યપુર અહિછત્રા
મિથિલા
દ્વારાવતી
ભદ્રિલપુરી
ભદ્રિલપુરી
નંદીપુર
ઉચ્છાપુરી
વૈરાટ
સુક્તિમતી
મૃત્તિકાવતી
વીતભયપુર
મથુરા
અપાપાપુરી
ભંગીપુર
શ્રાવસ્તી
કોટિવર્ષપુરી
શ્વેતાંબી
આર્ય દેશો પૈકી ૨ ૫ દેશ આખા છે અને કૈકય દેશ અડધો હોવાથી કુલ સાડા પચીસ આર્ય દેશો કહેવાય છે.
અનાર્ય પ્રજા
શ્રી ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર ગ્રંથમાં મલેચ્છ (અનાર્ય) પ્રજાની જે જાતિઓ ગણાવી છે તે આ મુજબ છે : (૧) શાક (૨) યવન (૩) શબર (૪) બર્બર (૫) કાયા (૬) મુંડ (૭) ઉડ્ડ (૮) ગોડ (૯) પત્કણક (૧૦) અરપાક (૧૧) હૂણ (૧૨) રોમક (૧૩) પારસી (૧૪) ખસ (૧૫) ખાસિક (૧૬) ડોબલિક (૧૭) લકુલ (૧૮) ભિલ્લ (૧૯) અંધ્ર (૨૦) બુક્કસ (૨૧) પુલિંદ (૨૨) ક્રૌંચક (૨૩) ભ્રમરરૂત (૨૪) કુંચ (૨૫) ચીન (૨૬) વંચુક (૨૭) માલવ (૨૮) દ્રવિડ (૨૯) કુલક્ષ (૩૦) કિરાત (૩૧) કૈકય (૩૨) હચમુખા (૩૩) હાથીમુખા (૩૪) અશ્વમુખા (૩૫) અજમુખા (૩૬) અશ્વકર્ણા (૩૭) ગજકર્ણા. આ અનાર્યો ધર્મને જાણતા નથી તેમ જ ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ પણ સમજતા નથી માટે તેઓ મલેચ્છ કહેવાય છે.
જંબુદ્રીપમાં
એક સમયે લવણ સમુદ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતથી ખૂબ દૂર હતો પણ ઇતિહાસમાં બનેલી એક ઘટનાને કારણે દરિયો ખૂબ જ નજીક આવી ગયો હોવાનું સમજાય છે. આ ઘટનાનું વર્ણન શ્રી શત્રુંજય મહાત્મ્ય નામના ગ્રંથના સાતમા સર્ગમાં કરવામાં આવ્યું છે.
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૮
સમુદ્ર
કેવી રીતે આવ્યો?
શ્રી શત્રુંજય ગિરિરાજનો સાતમો ઉદ્ધાર શ્રી સગર ચક્રવર્તીએ કરાવ્યો હતો. સગર ચક્રવર્તીએ ગુરુ ભગવંતના ઉપદેશથી શ્રી શત્રુંજય મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે પછી તેને વિચાર આવ્યો કે ‘‘શ્રી શત્રુંજય ગિરિ ઉપર સુવર્ણમણિરત્નના આ પ્રાસાદો મારા પૂર્વજોએ કરાવ્યા છે. તે પ્રાસાદોનો લોભાંધ પુરુષો સુવર્ણ, રત્ન વગેરેના લોભથી નાશ ન કરે તે માટે મારે આ પ્રાસાદોનું રક્ષણ કરવું જોઈએ.’' આમ વિચારી સગર ચક્રવર્તીશ્રી શત્રુંજય ગિરિનું રક્ષણ કરવાના ઉપાયો વિચારવા લાગ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org