Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre
View full book text
________________
૧૪ રાજલોકમાં ફેલાયેલું સમગ્ર વિશ્વ
આપણી પૃથ્વી ઉપર જે અસંખ્ય દ્વીપસમૂહો આવેલા છે તે તીફ્ળ લોક તરીકે ઓળખાય છે. આ તીર્ઝા લોકમાં સમભૂતલાથી ઉપર ૯૦૦ યોજન અને નીચે ૯૦૦ યોજન સુધી ૧૮૦૦ યોજનની ઊંચાઈ ધરાવતો મધ્યલોક છે. આ મધ્ય લોકની પહોળાઈ એક રાજલોક છે. લોકથી ઉપર સિંહશિલા સુધી ઊર્ધ્વલોક છે, જેમાં દેવતાઓ વસવાટ કરે છે. મઘ્યલોકની નીચે સાતમી નરક સુધી અપોલો છે, જેમાં ભવનપતિ દેવો અને નરકના જીવો વસવાટ કરે છે. આ રીતે ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોકથી આપણું સમગ્ર વિશ્વ બનેલું છે. આ વિશ્વ સીમિત છે, પણ તેની બહાર આવેલું આકાશ અસીમિત છે. આ અફાટ આકારાની વચ્ચે આપમાં વિશ્વ હેલું છે. આ વિશ્વના ટપકા જેવા ભાગમાં આપણી આ વર્તમાન પૃથ્વી છે.
આપણું સમગ્ર વિશ્વ ૧૪ રાજલોકમાં વહેંચાયેલું છે. એક રાજલોકનું માપ અસંખ્ય યોજન થાય છે. એક રાજની લંબાઈ કેટલી? એ સમજવા માટે. જૈન શાઓમાં કેટલાંક ઉદાહરણો આપવામાં આવ્યાં છે. પહેલું ઉદાહરણ એક તીવ્ર ગતિએ પ્રવાસ કરતાં દેવનું છે. કોઈ દેવ આંખના એક પલકારામાં એક લાખ યોજન જેટલું અંતર કાપે છે. આ રીતે તે દેવ છ મહિનામાં જેટલું અંતર કાપે તેને એક રાજ જેટલું અંતર કહેવાય છે. આવા ૧૪ રાજલોકથી આપણું વિશ્વ બને છે. આ ૧૪ રાજલોકમાં ઘર્માસ્તિકાય, અધમર્માસ્તિકાય, આકાશાન્તિકાષ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એમ પાંચ દ્રવ્યો છે. તે પૈકી ધર્માસ્તિકાય ગતિમાં સહાયભૂત બને છે. ૧૪ રાજલોકની બહાર ધર્માસ્તિકાયનું અસ્તિત્વ ન હોવાથી કોઈ પદાર્થ ગતિ કરી શકતો નથી. આ કારણે ૧૪ રાજલોક પણ અફાટ આકાશમાં સ્થિર રહે છે પણ ગતિ કરતા નથી.
સાતમા નરકના ધનોધિ, ધનવાત, તનુવાત અને આકાશાસ્તિકાયના પર્યંત ભાગ સ્વરૂપ અંતિમ તળિયા પાસે ૧૪ રાજલોકનો અને અધોલોકનો અંત આવે છે. સાતમા નરકના અંતિમ તળિયાથી લઈ સાતમા નરકની સૌથી ઉપરની સપાટીનું તીÁ માપ એક રાજલોક જેટલું થાય છે. ત્યાંથી છઠ્ઠા નરકની ઉપરની સપાટીએ માપ બે રાજલોક થાય છે. આ રીતે પપ્પા નરકની સૌથી ઉપરની સપાટીએ પહોંચતાં સાત રાજલોકનું માપ થાય છે. ત્યાર પછી તીÁ લોક (મધ્યલોક) આવે છે અને સ્વર્ગ લોક (ઊર્ધ્વલોક) આવે છે, જેનું માપ પણ સાત રાજલોક જેટલું છે. આ રીતે ૧૪ રાજલોકના છેડે સિદ્ધશિલા આવે છે, જેમાં અનંતા સિદ્ધ
Jain Education International
આત્માઓ કાયમી નિવાસ કરે છે. આ સિદ્ધશિલા પછી અલોકાકાશ
છે. આ ૧૪ રાજલોકમાં જ મનુષ્ય, દેવો, પાપક્ષીઓ જાણી
નરકના જીવો વગેરે નિવાસ કરે છે. ૧૪ રાજલોકની બહાર ક્યાંય કોઈ જીવ વસવાટ કરતા નથી.
ઊર્ધ્વલોકમાં ૧૨ સ્વર્ગો આવેલાં છે. મેરુ પર્વતની સમભૂતલાથી ૯૦૦ યોજન સુધી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને નારાનાં વિમાનો આવેલાં છે, આ વિમાનોમાં રહેતા દેવોને જ્યોતિ દેવો કહેવાય છે. ૯૦૦ યોજન પછી ચિત્રમાં બતાવ્યા મુજબ ક્રમશઃ ૧૨ સ્વર્ગલોક આવેલાં છે. પ્રથમ દેવલોક સૌધર્મ તરીકે, બીજો ઈશાન તરીકે, ત્રીજો સનત કુમાર તરીકે, ચોથો માટેન્દ્ર તરીકે, પાંચમો બ્રહ્મલોક તરીકે, છઠ્ઠો લાતંક તરીકે, સાતમો શુક્ર તરીકે, આઠમો સહસ્રાર તરીકે, નવમો આનત તરીકે, દસમો પ્રાણત તરીકે, અગિયારમો આરણ તરીકે અને બારમો દેવલોક અચ્યુત તરીકે ઓળખાય છે. આપણે અગાઉ પહેલા નરક સુધીના ૭ રાજલોકની વાત કરી. હવે આઠમો રાજલોક સૌધર્મ દેવલોક સુધી, નવમો સનતકુમાર સુધી, દસમો લાંતક સુધી, ૧૧મો સહસ્રાર સુધી, ૧૨મો અચ્યુત સુધી, ૧ ૭મો સૈવથક સુધી અને ૧૪મો સિદ્ધશિલા સુધી છે.
૧૪ રાજલોકનો આકાર કેવો છે તે સમજવા માટે ખંડક ગણતરીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક રાજલોક જેટલી લંબાઈને એક રજ્જ પણ કહેવામાં આવે છે. એક રજ્જ બરાબર ચાર ખંડુક એટલું માપ થાય છે. એક ખંડુક સમઘન છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એકસરખી હોય છે. આવા ચાર સમઘન મળીને એક રજ્જુનું માપ થાય છે. ૧૪ રાજલોકની મધ્યમાં જે મધ્યલોક રહેલો છે તેનું માપ એક રજ્જુ અથવા ચાર ખંડુક બરાબર છે. ૧૪ રાજલોકની બરાબર મધ્યમાંથી એક રજ્જુ જેટલી પહોળાઈ ધરાવતી ત્રસનાડી પસાર થાય છે. ૧૪ રાજલોકમાં જેટલા ત્રસ (હાલતા-ચાલતા) જીવો રહેલા છે તેઓ આ નળાકારમાં જોવા મળે છે, માટે જ તેને ત્રસનાડી તરીકે ઓળખવામાં આવે છે.
સાતમા નરકનું તળિયું સાત રાજલોક જેટલો વિસ્તાર ધરાવતું હોવાથી તેમાં કુલ ૨૮ ખંડુક થાય છે. આ ૨૮ પૈકી ચાર ખંડુકો જ ત્રસનાડીમાં રહે છે. છઠ્ઠા નરકનો વિસ્તાર સાડા છ રજ્જુ જેટલો છે એટલે તેના ૨૬ ખંડુક થાય છે. આ પૈકી ચાર ખંડુક જ ત્રસનાડીમાં રહેલાં છે. પાંચમા નરકમાં ૨૪ ખંડુકો પૈકી ચાર ત્રસનાડીમાં રહેલાં છે. ચોથા નરકનો વિસ્તાર પાંચ રજ્જુ જેટલો છે, એટલે તેમાં ૨૦ ખંડૂકો આવેલાં છે, જે પૈકી ચાર ત્રસનાડીમાં અને ૧૬ બહાર રહેલાં છે. ત્રીજા નરકનો વિસ્તાર ચાર રજા જેટલો છે,
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૩ ********
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252