________________
રીતે શક્ય છે? ક્યાં તો અમેરિકાની ‘નાસા' સંસ્થાએ ૪૦૦ અબજ ડોલર વેડફી નાખ્યા હશે અથવા ભારતના વિજ્ઞાનીઓ આપણને ૪૯ કરોડ ડોલરમાં હથેળીમાં ચાંદ દેખાડી રહ્યા છે.અમેરિકાના કેટલાક વિવેચકો નાસાના ચંદ્ર અભિયાનની સરખામણી રોમન સરકસ સાથે કરતા હતા. રાલ્ફ રેને જો કે આ કાર્યક્રમની રજૂઆત અવકાશી નાટક તરીકે કરે છે. આ મિશનનો પ્રારંભ એક મોટી દુર્ઘટના સાથે થયો હતો, જેમાં ત્રણ અવકાશયાત્રીઓના જીવ ગયા હતા પણ પછી આવું કોઈ મોટું વિઘ્ન આવ્યું નહોતું.આ વાત વિચિત્ર હતી.
એપોલો-૧૧ અવકાશયાન ‘ચંદ્ર’ ઉપર જઈને પાછું આવી ગયું ને પછી અમેરિકાની પ્રજાને ત્યાર પછીની
‘ચંદ્રયાત્રા’ઓમાં રસ રહ્યો નહોતો. હકીકતમાં કેટલાક બુદ્ધિશાળી
અમેરિકનો તો વારંવાર ‘ચંદ્ર’ ઉપર જઈને ત્યાંથી પથરાઓ લઈ આવવાની પ્રવૃત્તિ પાછળ અબજો ડોલરનું આંધણ કરવાનો વિરોધ કરવા લાગ્યા હતા. આ કારણે છેવટે ઈ.સ. ૧૯૭૨ ની સાલમાં ‘ચંદ્રપાત્રા'નું નાટક બંધ કરવાની અમેરિકાને ફરજ પડી હતી. ઈ.સ. ૧૯૯૫ની સાલ સુધીમાં તો અમેરિકાની કોંગ્રેસે ‘નાસા'નું બજેટ એકદમ ઘટાડીને તેને ઈ.સ. ૧૯૬૧ના સ્તરે લાવી દીધું હતું ‘નાસા’ની મૂળ યોજના ‘ચંદ્ર’ ઉપર ૨૦ એપોલો યાન મોકલવાની હતી; પણ એપોલો-૧ ૭ પછી આ નાટક બંધ કરી દેવામાં આવ્યું હતું. એપોલો ૧૮-૧૯ અને ૨૦ના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ‘નાસા’ માટે આ મોટી નામોશી હતી.
બની હતી જયારે એપોલોના લોન્ચપેડ ઉપર ત્રણ અવકાશયાત્રીઓ બળીને ભસ્મ થઈ ગયા હતા. બીજી દુર્ઘટના ઈ.સ. ૧૯૮૬ના જાન્યુઆરીની ૨૮મી તારીખે બની હતી, જ્યારે ચેલેન્જર નામનું સ્પેસ શટલ ફ્લોરિડાના આકાશમાં સળગી ગયું હતું અને તેના બધા અવકાશયાત્રીઓ બળી મર્યા હતા.
Jain Education International
ઈ.સ. ૧૯૬૭માં એપોલો થાન લોન્ચપેડ ઉપર સળગી ઊઠવાની જે ઘટના બની તેને કારણે નાસા'ને ભારે ફટકો પડ્યો હતો. તેમ છતાં પોતાના રાક્ષસી પ્રચારતંત્રનો ઉપયોગ કરીને 'નાસા' આ કટોકટીમાંથી હેમખેમ બહાર આવી ગયું હતું. એપોલો-૧ને
લોન્ચપેડ ઉપર નડેલી દુર્ઘટના લોકોની યાદશક્તિમાંથી ભૂંસાઈ જાય એટલે એપોલો પાનને નંબર આપવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરીને
પ્રજાને ગૂંચવાડામાં નાખી દેવામાં આવી હતી. અગાઉ ‘નાસા’ જે મિશનને એપોલો-૧ તરીકે ઓળખતું હતું તેને અચાનક એપોલો૪ નું નામ આપી દેવામાં આવ્યું હતું. આ સાથે અગાઉ ઈ.સ. ૧૯૬૬ માં જે ત્રણ અમાનવ અવકાશયાન સેટર્ન રોકેટ વડે અવકાશમાં મોકલવામાં આવ્યાં હતાં તેને એપોલો ૧-૨-૩નાં નામો આપી દેવામાં આવ્યાં હતાં. હકીકતમાં આ ત્રણ જૈમિની અવકાશયાનનાં મિશન હતાં, પણ પ્રજાને ગૂંચવાડામાં નાખવા તેને એપોલો નામ આપવામાં આવ્યાં હતાં.
એપોલો અવકાશયાનમાં આગ કાટી નીકળી તે પછી અવકાશમાં જે અમાનવ યાન મોકલવામાં આવ્યું ત્યારે તેને સીધું એપોલો- ૭ નું નામ આપી દેવામાં આવ્યું હતું. આવું કેવી રીતે બન્યું? એપોલો-૧ની દુર્ઘટનામાં માર્યા ગયેલા અવકાશયાત્રીઓની વિધવાઓના આગ્રહને કારણે એપોલો-૧ નામ દુર્ઘટનાગ્રસ્ત યાન માટે અનામત રાખવામાં આવ્યું હતું. એપોલો-૨ અને એપોલો-૩
અસ્તિત્વ જ નહોતું. અગાઉ જે મિશનને એપોલો ૧-૨-૩ તરીકે ઓળખવામાં આવતાં તાં તેને હવે એપોલો ૪-૫-૬ તરીકે ખપાવી દેવામાં આવ્યાં હતાં. આ રીતે એપોલો ૧ પછી જમ્પ મારીને સીધું એપોલો-૭ આવ્યું હતું. આ માટે ‘નાસા’એ એવો વિચિત્ર ખુલાસો આપ્યો તો કે એપોલો-૭ અગાઉ કુ લ છ અવકાશયાનો માનવી વગર અવકાશમાં જઈ આવ્યાં હોવાથી આ મિશન એપોલો ૭ બન્યું છે. હકીકતમાં એપોલો ૨-૩ નામનાં અવકાશયાન ઉડાડવામાં આવ્યાં ન હતાં એમ કેટલાક લેખકો કહે છે.
એપોલો- ૧ ની દુર્યટના પછી
'નાસા’નું પ્રચારતંત્ર
અમેરિકાની ‘નાસા’ સંસ્થા પાસે દુનિયાનું શ્રેષ્ઠ પબ્લિકનું રિલેશન્સ ખાતું છે. અમેરિકાના કરદાતાઓ જે અબજો ડોલર સરકારને આપે છે તેનો જ ઉપયોગ કરીને ‘નાસા' દુનિયાને એવા ભ્રમમાં રાખે છે કે તે જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે વૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે અને અમેરિકાના નિમાં છે. આમ છતાં અવકાશી કાર્યક્રમોમાં ‘નાસા' ગોકળગાયની ગતિએ આગળ વધે છે. અને તેના પ્રોજેક્ટોની કિંમતમાં અધધ વધારો થાય છે, એ હકીકતો છપાવવામાં ‘નાસા’ નિષ્ફળ ગઈ છે. અત્યાર સુધીમાં માત્ર બે એવી દુર્ઘટનાઓ બની છે, જેને કારણે ‘નાસા’ની ઇજ્જતનો ધજાગરો થયો છે. એક દુર્ઘટના ઈ. સ. ૧૯૬૭માં
NASA
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org