________________
વાઇડ એંગલ લેન્સની કોઈ જરૂર જ નથી. વાઇડ એંગલ લેન્સનો ઉપયોગ માત્ર પૃથ્વીની તસવીરો ખેંચવા માટે જ થઈ શકે. આ ઉપરથી સાબિત થાય છે કે હબલ પાછળ સીઆઇએનું ભેજું કામ કરે છે અને તેના મુળ હેતુ દુનિયાના દેશો ઉપર જાસૂસી કરવાનો છે.
ઈ.સ. ૧૯૯૩ના અંત ભાગમાં ટીવી ઉપર આપણને એવી અનેક તસવીરો જોવા મળી હતી કે જેમાં સ્પેસ શટલમાં ગયેલા અવકાશયાત્રીઓ ડબલ ઉપર કામ કરતા હતા. આ અવકાશયાત્રીઓએ હાથમાં મોજાં નહોતાં પહેર્યાં અને તેમના સ્પેસ સૂટ પણ ફુલાયેલા નહોતા. અવકાશમાં જો શૂન્યાવકાશ હોય તો સ્પેસ સૂટને બલૂનની જેમ ફુલાવવા બહુ જરૂરી છે. આ ઉપરથી શંકા જાય છે કે આ શૂટિંગ પણ સ્પેસ સ્ટેશનમાં કરવાને બદલે ધરતી ઉપર ઊભા કરેલા સ્ટુડિયોમાં જ કરવામાં આવ્યું હશે. જ્યારે જેમિની-૯ના યાત્રિકોએ અવકાશમાં ચાલવાનું પરાક્રમ કર્યું ત્યારે મેક્સોન નામના લેખકે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે “અવકાશયાત્રીના સ્પેસ સૂટમાં જો લીકેજ થયું હોત તો તેઓ મરી ગયા હોત.'’ આ વિધાનનો અર્થ એવો થાય છે કે તેમાં દબાણથી હવા ભરવામાં નહોતી આવી. આ જ પુસ્તકમાં અન્યત્ર લખ્યું છે કે અવકાશમાં જીવતા રહેવા માટે ૩.૫ પાઉન્ડ સ્ક્વેર ઇંચ દબાણ જરૂરી છે. બેમાંથી કઈ વાત સાચી માનવી?
અવકાશયાત્રાનો જોરદાર તમાશો
‘નાસા'એ એપોલો-૧૧ થી શરૂ કરીને એપોલો-૧૭ સુધીનાં અવકાશયાનો ચંદ્ર ઉપર મોકલવાનું નાટક કર્યું તે પછી તેમને ખ્યાલ આવ્યો કે આ નાટક હવે વધુ આગળ ચલાવી શકાય તેમ નથી. ત્યાર બાદ ‘નાસા’ના જેટલા પણ અવકાશી કાર્યક્રમો થવા લાગ્યા તેમાં અત્યંત દૂરના અવકાશમાં જવાને બદલે પૃથ્વીની નજીકના આકાામાં પરિભ્રમણ કરવાની યોજનાઓ જ આકાર ધારણ કરવા લાગી. ‘નાસા’ તરફથી સ્પેસ શટલ અને અવકાશી પ્રયોગશાળા જેવા જે કોઈ પ્રોજેક્ટો હાથધરવામાં આવ્યા તે બધા જ પૃથ્વીથી આશરે ૧૦૦ માઇલની ઊંચાઈએ આકાશમાં ચક્કર મારે છે અને તેમાં ક્યાંય ખરેખરા બાહ્ય અવકાશમાં જવાની વાત આવતી નથી. આ બધો સમય ‘નાસા' એ આપણાથી એક વાત નો છપાવી જ રાખી કે જ્યારે સૂર્યની સપાટી ઉપર તોફાન ઊઠે છે ત્યારે બાહ્ય અવકાશમાં કિરણોત્સર્ગ જીવલેણ સપાટીએ પહોંચી જાય છે.
અવકાશયાત્રીઓ જો ખરેખર બાહ્ય અવકાશમાં ગયા હોય તો સૂર્યની અસહ્ય ગરમી, કિરણોત્સર્ગ, લીક થતા સ્પેસ ફૂટ અને વેક્યુમયુક્ત મોજાંને કારણે સહીસલામત પૃથ્વી ઉપર આવી શકે જ
Jain Education International
નહીં. અવકાશયાત્રીઓમાં કોઈ દૈવી શક્તિ હોય તો તે વાત અલગ છે. માઈક એ નામનો લેખક કહે છે કે “અવકારાયાન જ્યારે પૃથ્વી ઉપર પાછું ફરી રહ્યું હોય ત્યારે ગવાકર્ષણને કારણે તેની ઝડપ એકદમ વધી જાય છે. આ વખતે પૃથ્વીની હવા સાથે ઘર્ષણ થવાને કારણે ગરમી એટલી બધી વધી જાય છે કે સામાન્ય પોલાદ પણ બટરની જેમ પીગળી જાય.'' જેમિની-૬ નામનું અવકાશયાન પૃથ્વી ઉપર પાછું કર્યું તે પછી પ્રશાંત મહાસાગરમાં તેણે ઉતરાણ કર્યું હતું. આ ઉતરાણની જે તસવીરો અખબારોમાં પ્રગટ કરવામાં આવી તેમાં અવકાશયાનના ફાઇબરગ્લાસના બનેલા એન્ટેના સહીસલામત જણાતા હતા. હકીકતમાં આ એન્ટેનાની વરાળ થઈ જવી જોઈતી હતી. આ ચિત્ર ઉપરથી જ ખ્યાલ આવે છે કે અવકાશયાત્રાની વાત જ બનાવટી હતી.
એપોલોના તો દરેક મિશનના હેવાલો પણ ચમત્કારોથી ભરેલા છે. તાજેતરમાં જ પ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં નીલ આર્મસ્ટ્રોન્ગે જણાવ્યું હતું કે તેઓ ચંદ્રની ધરતી ઉપરથી પાછા ફરવા માટે ચંદ્રયાનમાં બેઠા ત્યારે ખ્યાલ આવ્યો કે એન્જિનમાં એક બોલ્ટ નીકળી ગયો છે અને એન્જિન સ્ટાર્ટ થતું નથી. જો ખરેખર એન્જિન સ્ટાર્ટ ન થાય તો તેમણે ચંદ્રની ધરતી ઉપર અને ભૂખ્યા-તરસ્યા મરી જવું પડે. નીલ આર્મસ્ટ્રોન્ગના મગજમાં એક ઝબકારો થયો અને તેણે ખિસ્સામાંથી બોલપેન કાઢી બોલ્ટની જગ્યાને ગોઠવી દીધી એટલે એન્જિન સ્ટાર્ટ થઈ ગયું. જે ‘નાસા' એ ચંદ્રપાનની યોજના પાછળ ૩૦ અબજ ડોલરનો ખર્ચ કર્યો હોય તે એવું યાન ક્રમ બનાવે કે જેના નટ-બોલ્ટ ડીલા પઈને પડી ? આ બધા કિસ્સાઓ પાછળથી પ્રજાનું મનોરંજન કરવા ઉપજાવી કાઢ્યા હોવાનું જણાય છે. અમેરિકાના અવકાશયાત્રીઓને હકીકતમાં સ્પેસ વોક કરવાની નહીં પણ એક્ટિંગ કરવાની તાલીમ આપવામાં આવતી હતી.
અવકાશયાત્રીઓ અને ‘નાસા’ કદી જૂઠું ન બોલે અને સાચું જ બોલે એવું દુનિયા માને છે. તેમ છતાં બઝ ઓલ્ડ્રીન પોતાની જીવનકથામાં જ લખે છે કે તેને જૂઠું બોલવાની આદત હતી. બઝ ઓલ્ફીન લગ્નબાહ્ય સંબંધ ધરાવતો હતો એવો એકરાર તેણે પોતાની આત્મકથામાં કર્યો છે. આ લગ્નબાહ્ય સંબંધો છતાં પોતાના લગ્નજીવનને બચાવી લેવા માટે તે જ બોલતો હતો, એવો પણ તેણે એકરાર કર્યો છે, જે અવકાશયાત્રી પોતાના લગ્ન વનને બચાવવા જુઠું બોલી શકે તે પોતાના દેશની પ્રતિષ્ઠા બચાવવા શા માટે જૂઠું ન બોલી શકે? આ બાબતમાં એક રસપ્રદ કિસ્સો છે. અમેરિકાની મુલાકાતે આવેલા રિશયાના અવકાશયાત્રીઓને બઝ ઓલ્ડ્રીને કેપ કેનેડી અવકાશી મથક જોવાનું આમંત્રણ આપ્યું.
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org