________________
ભારતની ચંદ્રયાત્રા પણ ભ્રામક છે
અમેરિકા અને રશિયા ઉપરથી પ્રેરણા લઈને ભારતની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) નામની સંસ્થાએ ઈ.સ. ૨૦૦૮ના ઓક્ટોબર મહિનામાં એક ચંદ્રયાન મોકલ્યું છે. આ ચંદ્રયાન હકીકતમાં એક કૃત્રિમ ઉપગ્રહ છે, જે અત્યારે ચંદ્રની આજુબાજુ પરિભ્રમણ કરી રહ્યો હોવાનું કહેવાય છે. ઘણા લેખકો એવું કહે છે કે અમેરિકાએ ભલે ચંદ્રયાત્રાનું નાટક કર્યું હોય; ભારતનો ચંદ્રયાન પ્રોજેક્ટ સાચો છે, કારણ કે ભારતના વિજ્ઞાનીઓ દુનિયાને કે પોતાના દેશને મૂર્ખ બનાવે તેવા નથી. ભારતના અવકાશ વિજ્ઞાનીઓની પ્રામાણિકતા અને નિષ્ઠા વિશે આપણે શંકા ન રાખીએ, પણ તેમનું જ્ઞાન અપૂર્ણ હોઈ શકે છે. તેઓ હકીકતમાં જેને ચંદ્ર માને છે, તે પૃથ્વીનો જ એક દૂરનો પ્રદેશ છે એવું નક્કર હકીકતો વડે સાબિત કરી શકાય તેમ છે.
ભારતના ચંદ્રયાન-૧ પ્રોજેક્ટનો બારીકાઈથી અભ્યાસ કરીને તેમાંથી સત્યની તારવણી કરીએ તે અગાઉ પૃથ્વીનું વાતાવરણ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, પૃથ્વીની ભ્રમણકક્ષા, પૃથ્વીની નિમ્ન ભ્રમણકક્ષા, પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી છટકવા માટેનો વેગ, કૃત્રિમ ઉપગ્રહ, તેની ભ્રમણકક્ષા, બાહ્ય અવકાશ, ઊંડો અવકાશ વગેરે પારિભાષિક શબ્દોનો પરિચય આપણે મેળવી લઈએ. આ શબ્દો અને અવધારણાઓ સ્પષ્ટ હશે તો જ આપણને ભારતના ચંદ્રયાન૧ પ્રોજેક્ટની વિગતો બરાબર સમજાશે.
પૃથ્વીનું વાતાવરણ અને બાહ્યાવકાશ
આધુનિક વિજ્ઞાન મુજબ પૃથ્વીના વાતાવરણમાં ૭૮ ટકા નાઈટ્રોજન, ૨૦ ટકા ઓક્સિજન અને બે ટકા અન્ય વાયુઓ છે. આ વાતાવરણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની નજીકના આકાશમાં ટકી રહેલું છે. પૃથ્વીની સપાટીથી આપણે જેમ દૂર જઈએ તેમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય છે અને વાતાવરણ પાતળું પડતું જાય છે. આ હવાના આવરણને કારણે જ સૂર્ય તરફથી આવતાં અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણો પૃથ્વી સુધી પહોંચતાં નથી અને તેની વિનાશક અસરોથી જીવસૃષ્ટિ બચી જાય છે. આ વાતાવરણને કારણે જ સૂર્યની ઊર્જાનો હવામાં સંગ્રહ થાય છે, જેને કારણે દિવસે અસહ્ય ગરમી નથી પડતી અને રાતે અસહ્ય
Jain Education International
ઠંડી પડતી નથી.
પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચે કોઈ ચોક્કસ સરહદ નથી. પૃથ્વીનું વાતાવરણ ક્રમશઃ પાતળું પડતું જાય છે અને બાહ્ય અવકાશમાં વાતાવરણનો બિલકુલ અભાવ હોય છે. વ્યવહારની રીતે જોઈએ તો પૃથ્વીની સપાટીથી ૭૫ માઇલ અથવા ૧૨૦ કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણ લગભગ અદશ્ય હોવાનું જણાય છે. ઘણા વિજ્ઞાનીઓ આ સરહદ ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ આવી હોવાનું કહે છે.
પૃથ્વીની નજીકમાં નજીકનું હવાનું જે આવરણ છે, તેને અંગ્રેજીમાં ટ્રોપોસ્ફીયર તરીકે ઓળખવામાં આવે છે. આ પડની ઊંચાઈ પૃથ્વીની સપાટીથી લઈને ધ્રુવ પ્રદેશમાં ૧૦ કિલોમીટર (૨૩,૦૦૦ ફૂટ) અને વિષુવવૃત પ્રદેશમાં ૧૬ કિલોમીટર (૫૬,૦૦૦ ફૂટ) જેટલી હોય છે. આ ટ્રોપોસ્ફીયરમાં વાતાવરણના ૮૦ ટકા જેટલા વાયુઓ રહેલા છે. આ વાયુઓનું જે કુલ વજન છે, તેના ૫૦ ટકા ટ્રોપોસ્ફીયરના નીચેના ૫.૬ કિલોમીટર વિસ્તારમાં રહેલા છે. પૃથ્વીની સપાટી નજીક વાતાવરણની ઘનતા સૌથી વધુ હોય છે. જેમ ઊંચાઈ વધતી જાય છે, તેમ હવાની ઘનતા ઘટતી જાય છે. પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ ઉષ્ણતામાન ઘટતું જાય છે. આ ઘટાડાને કારણે પાણીની
વરાળ થીજી જાય છે અને તેનાં વાદળાં બને છે. વરસાદનાં વાદળાં પણ ટ્રોપોસ્ફીયરમાં જ જોવા મળે છે.
પૃથ્વીના વાતાવરણમાં ટ્રોપોસ્ફીયર પછી સ્ટ્રેટોસ્ફીયર આવે છે. ધ્રુવ પ્રદેશના આકાશમાં તે સાત કિલોમીટરથી શરૂ થાય છે અને વિષુવવૃત્ત પ્રદેશના આકાશમાં ૧૭ કિલોમીટરથી શરૂ થઈને ૫૧ કિલોમીટર (૧,૭૦,૦૦૦ ફૂટ) સુધી સ્ટ્રેટોસ્ફીયર ફેલાયેલું છે. આ આવરણમાં જેમ ઊંચાઈ વધતી જાય છે, તેમ ઉષ્ણતામાન વધતું જાય છે. પૃથ્વીની જીવસૃષ્ટિને સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવતું રક્ષાત્મક ઓઝોન વાયુનું કવચ આ પડમાં આવેલું છે. પૃથ્વીની સપાટીથી ૨૦-૫૦ કિલોમીટરના પડમાં ઓઝોન વાયુનું રક્ષાકવચ આવેલું છે. આ જાડાઈમાં ઋતુ પ્રમાણે અને સ્થળ મુજબ ફેરફારો થાય છે. વર્તમાનમાં ગ્રીન હાઉસ ગેસોને કારણે ઓઝોન વાયુના રક્ષાકવચમાં ગાબડાં પડી રહ્યાં છે, જેને કારણે પૃથ્વીના ગોળાનું તાપમાન વધી રહ્યું છે અને ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે.
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૧
For Private Personal Use Only
www.jainelibrary.org