Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 11
________________ (IV) - બે બોલો શ્રી આદીનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટ તરફથી હિમાલયમાં બદરીનાથમાં બંધાયેલા સ્થાનમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે હરિદ્વાર-ઋષિકેશમાં વિરાજમાન પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી)મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના શિષ્ય પૂ.મુ.શ્રી જંબૂવિજયજી મહારાજને અમે બદરીનાથ આવવા વિનંતી કરી હતી. હરિદ્વારથી બદરીનાથ ૩૨૦ કિલોમીટર થાય. આ અત્યંત વિકટ રસ્તેથી વિહાર કરીને આવવા માટે તેમણે ભગવાનની કૃપાથી હિંમત કરી અને પૂ.મુ.શ્રી જંબૂવિજયજી મહારાજ આદિ ચાર ઠાણાં તથા જંબૂવિજયજી મ.સા.નાં સંસારી માતુશ્રી સાધ્વીજી મનોહરશ્રીજી (સરકારી ઉપાશ્રયવાળા) મહારાજનાં શિષ્યા સાધ્વીજી સૂર્યપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજી શ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી આદિ ઠાણાં ૧૧ હિમાલયમાં અત્યંત વિકટ વિહાર કરીને બદરીનાથ પધાર્યા. સેંકડો વર્ષોમાં શ્રી શ્વેતાંબર જૈન સંઘમાં હિમાલયમાં-બદરીનાથમાં આવનાર આ સૌ પ્રથમ સાધુ-સાધ્વીજી મહારાજ છે. રસ્તામાં તેમને જે અનુભવો થયા તેનું સંક્ષેપમાં જે આલેખન તેમણે કર્યું છે તે બીજાને પણ ઘણું જાણવા જેવું હોવાથી અમે પ્રકાશિત કરીએ છીએ. લિ. પ્રાણલાલ કાનજીભાઈ દોશી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટના ટ્રસ્ટી તથા સી વિ. ટ્રસ્ટ કીર્તિધામ (તાલુકા-શિહોર, જી.ભાવનગર)ના ટ્રસ્ટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 128