Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 9
________________ કર્યા. અરે એ મનોરથ તો સમજ્યા પણ એવા વિષમ-વિકટ અને વિકરાળ રસ્તે અનેક રીતે મન અને તનને કસોટીયે ચઢાવતાં ચઢાવતાં ત્યાં પહોંચ્યા. ઈડરીયો ગઢ જીત્યા'. હિમાલય સર કર્યો. હિમાલયનું આકર્ષણ પ્રત્યેક અધ્યાત્મના ક્ષેત્રમાં ડગ માંડનારના મનમાં હોય છે પણ તેમાંથી કોક વિરલાના જ એ મનોરથ સફળ થાય છે અને એ વિરલામાં જંબૂવિજયજી મ.નું નામ પ્રથમ હરોળમાં પહેલું મૂકી શકાય તેમ છે. ' અરે ! ત્યાં પહોંચ્યા તો ખરા જ પણ એવી રમણીય ભૂમિમાં જ્યાં ભગવાન ઋષભદેવ વિચર્યા હતા નિર્વાણ પામ્યા હતા ત્યાં ચાતુર્માસ રહેવાનું કર્યું. જે કાર્ય એક પડકાર રૂપ ગણાય તેવું હતું અને તેમાં પણ મહારાજસાહેબ અણિશુદ્ધ ઉત્તીર્ણ થયા. જેવા તેવા માણસનું એ કામ નથી અંદરની તાકાતના બળથી જ તેઓ ત્યાં પેઇસ્થિતિ રહી શક્યા. તેઓ જે રીતે વિહાર કરીને ત્યાં પહોંચ્યા છે તે પ્રદેશમાંથી પસાર થતાં જે જે જોવા-જાણવા-માણવા-સમજવા મળ્યું તેનાં શતાંશ તેઓ કલમ દ્વારા કાગળમાં ઉતારવાનો પ્રયત્ન કરતાં રહ્યા. મારા પર તેમને ખૂબ જ પ્રીતિ છે હું તેમનો પ્રીતિપાત્ર બની શક્યો છું તે મારું સૌભાગ્ય છે. હું મહારાજજીની અઠંગ જ્ઞાનોપાસના તેવી જ પ્રગાઢચારિત્રપ્રીતિ અને તેથી પણ અદકેરી દેવગુરુની મૂર્તિમંત શ્રદ્ધા જોઈને હું તેમનો દાસ બની ગયો પણ તેમને મને મિત્ર બનાવી રાખ્યો છે. હાલ તેઓ સંમેતશીખરજીના પાવન પરમાણુની સ્પર્શના કરીને એ કલ્યાણકભૂમિની ઉત્તમતાને પણ આત્મસાત કરી રહ્યા છે. આ પત્રોનું સંકલન અહીં પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે તે પહેલાં આ પત્રો ક્રમશઃ શાંતિસૌરભના વિશાળવાચક ગણને લાભ મળે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 128