________________
શુભાશયથી આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિમહારાજના આગ્રહથી શાંતિસૌરભમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને જ્યારે તે પ્રસિદ્ધ થતાં હતા ત્યારે વાચકો તરફથી તેના અહોભાવ ભર્યા પ્રતિભાવ પણ મળતાં રહેતાં હતા. અને તેથી જ આને પુસ્તકાકારે પ્રકટ કરવાની પ્રેરણા મળી અને તે મુજબ આ પત્રોની પુસ્તિકા પ્રકાશિત થઈ વાચકોના કરકમળમાં આવી રહી છે. આ વાંચતાં વાચકોને ખ્યાલ આવશે કે સાધુ જીવનમાં રહીને પદયાત્રાપૂર્વક આવા વિહાર કરવા તે કેવી આકરી તપસ્યા છે અને એવા તપસ્વી પુરુષોથી જ આ ભારતની ભૂમિ ટકી રહી છે શોભી રહી છે સંદેશો પાઠવી રહી છે. સાથે સાથે વયોવૃદ્ધ મુનિરાજશ્રી ધર્મચન્દ્રવિજયજી મહારાજ તથા યુવામુનિશ્રી પુંડરીકરત્નવિજયજી મહારાજ અને તપસ્વી વયોવૃદ્ધ મુનિ મહારાજ શ્રી ધર્મઘોષવિજયજી મહારાજ તથા સાધ્વીજી શ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી સમેતસાધ્વીછંદ આ બધા અને શ્રાવકમાં ભરતભાઈ શંખલપુરી આ બધા સુખને માણતાં દુઃખને સુખમાં પલટાવતાં જીવનની યાદમાં ચિરંજીવ ક્ષણોના સ્વામી બની ગયા.
કહેવાય છે કે યુદ્ધસ્ય કથા રમ્યા એવું જ અહીં કહી શકાય એમ છે કે વિદરશ્ય થા રચા એ રમ્ય કથાને વાંચીને વર્તમાનકાળના આ યોગી પુરુષને વંદના કરીએ.
શ્રીનેમિ-અમૃત-દેવ-હેમચન્દ્ર વિ.સં.૨૦૫૭ ભા.સુ. ૮
શિષ્ય પ્રધુમ્નસૂરિ દશાપોરવાડ સોસાયટી, જૈન ઉપાશ્રય, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org