Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma Author(s): Abhayshekharsuri Publisher: Bhuvane Dharmjaykar PrakashanPage 79
________________ ૭૨ હંસા ! તું ઝીલ મૈત્રીસરોવરમાં ન મળ્યું, તો શાસનનું પણ શી રીતે મળશે ? એ છૂટી નહીં જાય ? જેની સહન કરવાની તૈયારી જ નથી એને શાસનમાં નંબર નથી મળતો, પ્રવેશ નથી મળતો, પ્રભુ દરબારની બહાર જ રહેવું પડ છે. એક કાલ્પનિક કથા : એક શ્રાવકભાઈ દેરાસરમાં પ્રવેશ કરવા જાય છે ને પાછળથી અવાજ આવ્યો. “ઊભા રહો'- જોયું પાછળ, પણ કોઈ ના દેખાયું, પાછા પેસવા ગયા, ત્યાં પુનઃ અવાજ આવ્યો. ‘ઊભા રહો, મારી ફરિયાદ સાંભળો.” જરા ધારીને જોવા છતાં કોઈ ન દેખાવાથી પાછો પ્રવેશ માટે પગ ઉપાડયો. ત્યાં ફરીથી અવાજ આવ્યો. અરે ! ઊભા રહો, મારી પ્રત્યે થતા ઘોર અન્યાયને અટકાવો. હવે બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે પોતે બહાર ઉતારેલાં જૂતાં જ બોલી રહ્યાં હતાં. “બોલ ભાઈ ! તને શું અન્યાય થઈ રહ્યો છે ?” “તમે મને બહાર ઉતારી દો છો, પ્રભુના દરબારમાં લઈ જતા નથી. અને ચામડામાંથી જ બનેલા ઢોલ-નગારાં-ખંજરી જેવા અમારા જાતભાઈઓને અંદર સ્થાન આપો છો, આ ઘોર અન્યાય નથી ?” ક્ષણભર વિચાર કરીને શ્રાવકે જોડાને કહ્યું, “ચાલો, હું તમને અંદર લઈ જાઉં. પણ એ પહેલાં દરવાજે ઊભા રહીને અંદર નજર નાખી તમે નિર્ણય કરો કે ખરેખર તમારે અંદર આવવું છે કે નહીં ?” કુદરતી એ જ વખતે દેરાસરમાં આરતી ઊતરી રહી હતી. એટલે જેવી જોડાંઓએ અંદર નજર નાંખી કે તુરંત નિર્ણય કરી દીધો કે, “ના ભાઈ ના ! અમારે કાંઈ અંદર આવવું નથી.” “કેમ ?” “આ જુઓ ને અમારા જાતભાઈઓને કેવો માર પડે છે ? આ નગારાં પર લાકડીથી પ્રહાર થઈ રહ્યા છે. આ ઢોલક પર હથેલીથી માર પડી રહ્યો છે, ખંજરીને પણ થપાટો પડી રહી છે. અમારે કાંઈ આવું સહન કરવું નથી.” સહન કરવા તૈયાર ન હોવાથી જોડાઓને પ્રભુના દરબારમાં પ્રવેશ ન મળ્યો. પ્રભુના દરબારમાં પ્રવેશવું છે ? ટકવું છે ? ટકીને આગળ વધવું છે ? જયારે, જયાં જેના તરફથી જેટલું ને જેવું સહન કરવાનું આવે એ બધું જ સહન કરો. ક્યાંય અકળામણ નહીં, ક્રોધ નહીં કે પ્રહાર નહીં. એ બે બદામનો પણ આદમી નહીં ને હું એનું સહન કરું ? આવું જ મનમાં આવતું હોય, તો પ્રભુ મહાવીર દેવને નજરમાં લાવો, પ્રભુએ કેવા કેવાનું કેવું કેવું સહન કર્યું ? એ જ પ્રભુના શાસનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178