________________
ન જેવાની ચીજ : અન્યની ભૂલ
લેતું કે નથી સીકલીવ લેતું, નથી હડતાળ પાડતું કે નથી એનડાઉન સ્ટ્રાઈક પર ઊતરતું. કોઈ જ રજા કે હડતાલ પાડ્યા વગર પોતાની ખુશીથી આટલું બધું કામ આ નાજુક અવયવ એક વફાદાર નોકરની જેમ કર્યા કરે છે. પણ માણસ જ્યારે ક્રોધ વગેરેના આવેગમાં આવે છે, ત્યારે એના ધબકારા વધી જાય છે, જે એના તરફડીયાને સૂચવે છે. આ શું છે ? એના પરનો જોરજુલમ જ ને ?
આવેશથી માત્ર હૃદયને જ નુકશાન થાય છે, એવું નથી. લોહી ગરમ થઈ જાય છે... સાતે ધાઓ તપી જાય છે, વિષમ બને છે. આજનું વિજ્ઞાન કહે છે કે આવેશથી શરીરની આખી કેમિસ્ટ્રી બદલાઈ જાય છે. શરીર કંપે છે. આને કારણે શરીરમાં એક પ્રકારનું ઝેર પેદા થાય છે. એક શહેરમાં બનેલો સાંભળવા મળેલો કિસ્સો : ચાલી સિસ્ટમમાં રહેનાર બે પડોશણોનો પાણીના કારણે ઝગડો થયો. એકબીજાના ચોટલા ખેંચવા લાગી ને કપડાં ફાડવા લાગી ત્યાં સુધી મામલો પહોંચી ગયો. ભયંકર ગુસ્સાથી અત્યંત કંપતી અને બાથંબથી કરતી આ બે પડોશણોને અન્ય ભાડુતોએ માંડમાંડ છૂટી પાડી. આવેશમાં ને આવેશમાં જેમ તેમ બોલતી એક બાંઈ પોતાના ઘરમાં ગઈ. એ વખતે એનું બાળક ભૂખ્યું થયું હોવાથી રોતું હતું. એને સીધું ઉપાડી એ બાઈ ધવડાવવા બેઠી. પણ હજુ આવેશ તો એવો જ ઉછાળા મારતો હતો. હજુ પણ તીવ્ર ગુસ્સાના શબ્દોનો પ્રવાહ અનવરત ચાલુ હતો. બાળકને સ્તનપાન કરાવી સૂવડાવ્યો. પણ... પણ ૪ કલાક બાદ જોયું તો શરીર લીલું પડી ગયું હતું. બાળક મૃત્યુને વર્યું હતું. ડૉક્ટરોએ જાહેર કર્યું કે ઝેર ના કારણે મૃત્યુ પામ્યું. ‘ઝેર આવ્યું ક્યાંથી ?” એ બધાને પ્રશ્ન હતો, કારણકે સ્તનપાન સિવાય બીજો એનો કોઈ ખોરાક નહોતો. ડૉક્ટરે બધી તપાસ કરતાં માલૂમ પડ્યું કે આવા ભયંકર ગુસ્સાના કારણે સ્તનમાં રહેલા અમૃતતુલ્ય દૂધમાં ઝેર પેદા થઈ ગયું હતું, જે બાળકનું મૃત્યુ કરવા માટે પર્યાપ્ત હતું.
આજનું મનોવિજ્ઞાન કહે છે માનવી જ્યારે ક્રોધાદિ આવેશથી ઉત્તેજિત થઈ જાય છે ત્યારે સામાન્ય કે સખત સિરદર્દ-સર્દી-ફલું વગેરે રોગોના ઍટેકની શક્યતા કંઈક ગણી વધી જાય છે. પક્ષઘાત-હાર્ટએટેક જેવા રોગોના સીનિયર ઍટેક પણ આવી શકે છે.
આ શારીરિક-કૌટુંબિક નુકશાનની જેમ આવેશના કારણે આર્થિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org