________________
૧૦૮
હંસા !.. તું ઝીલ મિત્રીસરોવરમાં ઝઝૂમવા છતાં, મન સાથે ઘણી મથામણ કરવા છતાં એની જીભ એ મૂંઝવણોને વાચા આપી શકતી નથી, અને તેથી આડી-અવળી બીજી વાતો કરીને-એ વાતનો હરફ સુધ્ધાં ઉચ્ચાર્યા વિના એ આપણી પાસેથી વિદાય થાય છે. ક્યારેક ઘણી મથામણ બાદ થોડીઘણી હિંમત કેળવાય છે, ને એકાદ-બે વાક્યો એ બોલે પણ છે, પણ એના પર આપણે આપણા સ્વભાવ મુજબ જે એકાદ-બે વાક્યો બોલી નાખીએ છીએ, કે પ્રશ્નો પૂછી નાખીએ છીએ એના પર પાછી એની હિંમત તૂટી પડે છે. “આ વાત નકામી ઉપાડી' એવું એ અનુભવે છે ને વધુ દુઃખી થઈને પાછી ફરે છે. વળી એ મૂંઝવણોનો મૂંઝારો તો અસહ્ય બન્યો જ હોય છે એટલે એને હળવો કરવા, છેવટે, જેના પર વિશ્વાસ બેસે, જેની પાસેથી સહાનુભૂતિ મળવાની આશા જાગે એની પાસે જઈને એ પોતાના દિલની મૂંઝવણો વ્યક્ત કરે છે, એને એ પોતાના હિતેચ્છુ માની એની સલાહ લે છે. વારંવાર એની ભૂલોને યાદ કરનારો, ઘંટનારો ને સંભળાવનારો એ અંગત સંબંધી જ્યારે આ જાણે છે ત્યારે એને પારાવાર દુઃખ થાય છે. એ એની આ એક નવી ભૂલ સમજે છે. આજ સુધી એની કોઈ પણ ભૂલ પ્રત્યે ઉદારતા ન દાખવનાર એ મનમાં એવું વિચારે છે કે, “એણે બીજાને વાત કરવાની શી જરૂર હતી ? મને કહેવું જોઈએ ને એને બહુ મૂંઝવણ ને પરેશાની હોત તો શું હું કંઈક માર્ગ ન કાઢત ?” પણ એ આ વિચારી શકતો નથી કે, આજ સુધી વારંવાર ભૂલ સંભળાવી-સંભળાવીને એના દિલને ઠેસ જ પહોંચાડી છે. મારા પ્રત્યે એના દિલમાં સદ્ભાવ ઊભો રહે એવું મેં વર્તન જ ક્યાં કર્યું છે ? એ દિલ ખોલી શકે એ માટેની આવશ્યક વાતાવરણનો મેં જ નાશ કર્યો છે ને ! માટે આમાં મારો જ વાંક છે. આવું બધું વિચારી શકતો ન હોવાથી એ, પોતાના એ અંગત સંબંધીની આ એક બીજી અક્ષમ્ય ભૂલ માની એના પર તિરસ્કાર વગેરે જ વધારે છે, જેના પરિણામે ક્યારેક સંબંધ તૂટવાનો અવસર આવે છે. કદાચ સમાજ વગેરેના ભયે ન તૂટે તોપણ, માત્ર કહેવાનો જ સંબંધ રહે છે. એમાં કોઈ જ આનંદ રહેતો નથી, પણ ઉપરથી સંક્લેશ જ રહે છે.
તત્ત્વજ્ઞાન નહીં પામેલ વ્યક્તિની આ વાત કરી, અન્યની ભૂલને ભૂલી જવાની ઉદારતા નહીં કેળવેલા દિલની આ હાલત બતાવી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org