________________
ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે...
૧૨૭
સત્ત્વ વિકસાવવું જ પડશે, કારણ કે અન્યની ભૂલ એ ભૂલી જવા યોગ્ય ચીજ હોવા છતાં એને ભૂલવી એ ઘણું જ કઠિન કાર્ય છે.
સેન્ટ હેલીના ટાપુમાં કેદ કરાયેલી શહેનશાહ નેપોલિયન, છેલ્લા દિવસોમાં જ્યારે પરમાત્માને પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે, એના સાગરીતે કહ્યું કે “જ્યાં સુધી તું નેલ્સનને શત્રુ માની રહ્યો છે, જ્યાં સુધી તું એને માફી આપતો નથી, ત્યાં સુધી તારી પ્રાર્થનામાં દમ આવવાનો નથી. તું એને માફ કરી દે, તું એને ભૂલી જા, અને પછી જો કેવી પ્રાર્થના થાય છે !” એના પર નેપોલિયને કહ્યું હતું કે, "I can forgive him, but I can't forget him." “હું એને માફ કરી શકું છું.” પણ હું એને ભૂલી શકતો નથી, જેની ડિક્ષનેરીમાં Impossible શબ્દ ન હતો, એ નેપોલિયન માટે પણ સામાની ભૂલને ભૂલી જવી એ એક અશક્ય બિના હતી.
માટે પરાક્રમ તો જોઈશે જ. ઘણું જ જોઈશે, પણ તો જ આનંદના અફાટ સમુદ્રમાં મજા માણવાની મસ્તી મળશે. જાજવલ્યમાન ભવ્ય ઈનામો કાંઈ પરાક્રમ વિના પ્રાપ્ત થતાં નથી.
સમુદ્રમંથન ફરવા જ્યારે અમૃત અને ઝેર બન્ને બહાર આવ્યા. | ત્યારે શંકરજીએ કહ્યું- દુનિયાને અમૃત આપો અને મને મેર.. હું મેરને પચાવી ઈશ,
જે સ્વયં ઝેર પીને દનિયાને ગમત આપે એ શંકર ભગવાન બની જાય છે, સંગમના ઘોર પિસગને સહન કરીને પડ્યા પ્રભ વીરે તો સંગમને કરુણા જ આપી હતી ને !
મને ક્ષમા, પ્રેમી, પ્રમોદ, કરુણાનું અમૃત જોઈએ. પણ હું તો લોકોને વેર, ઈર્ષ્યા વગેરેનું ઝર જ આપીશ... આવું કરનારો શંકર નથી હોતો, પણ સાપ જ હોય છે, જે દૂધ પીને પણ શેર વિસાવે છે,
યાદ રાખવું જોઈએ : શંકરજીને જ દુનિયાના પ્રેમ અને પૂજા મળે છે, સાપને તો વિરરકાર અને કેડા જ
તક કરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org