________________
કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ.
૧૩૫
બધું જ ચોવીસેય કલાક જાણે કે છાતી ને છાતી પર રહે છે. પણ તોય મારી જુદા રહેવા જવાની ઇચ્છા નથી.” ઘરમાં નિદ્રા સિવાયના અલ્પકાલીન અવસ્થાનમાં પણ પોતે કેટલો ત્રાસી જાય છે એના વર્ણન સાથે પતિએ જ્યારે ખુબ આગ્રહ કર્યો, ત્યારે પત્નીએ ઘટસ્ફોટ કર્યો કે “જો બા સાથે રહેવા આવતાં હોય તો હું તૈયાર છું. બા ન આવે તો હુંય ન આવું.” ચારેય વહુઓને સાસુ પ્રત્યે સારો આદર-બહુમાનભાવ છે એ તો પતિઓ જાણતા હતા, અને સારા સંસ્કારવાળી પત્નીઓ આપણને મળી એમ માનીને જાતને ભાગ્યશાળી માનતા હતા. પણ વહુઓને બા પ્રત્યે આટલું બધું આકર્ષણ છે એ જાણીને તો એ એજીનીયર અત્યંત તાજુબ થઈ ગયો. આવા તીવ્ર આકર્ષણનું કારણ પૂછવામાં આવો જવાબ મળ્યો કે, “જુઓ, અમને ચારે વહુઓને બાનું ખૂબ આકર્ષણ કેમ છે ? એ કાંઈ સ્પષ્ટ સમજાતું નથી, તેમ છતાં ક્યારેક હુંય વિચારમાં પડી જાઉં છું ત્યારે એવું લાગે છે કે આ ઘરમાં મને આવ્યાને લગભગ ૧૦ વર્ષ થવા આવ્યાં, પણ ક્યારેય બાએ મને મેણું માર્યું હોય, મારાં પીયરીયાં પર કટાક્ષ કર્યો હોય કે કોઈ ભૂલ પર ચારની વચમાં ધમકાવી નાખી હોય એવું મને ખ્યાલમાં નથી. ઉપરથી ખરેખર મારાથી ભૂલ થઈ ગઈ હોય અને તેથી દેરાણી-જેઠાણી કંઈ કંઈ બોલવા લાગી હોય તો બા, એ ભૂલને પોતાના માથે લઈ લે છે અને જે કાંઈ કહેવું હોય તે મને કહો એમ કહી મને એ બાબતમાંથી મુક્ત કરી દે છે. આવું જ દરેક વહુઓ માટે છે. કોઈપણ વહુની ભૂલ કેમ ન હોય, જો કોઈપણ રકઝક શરૂ થાય તો એ ભૂલને ગમે તે રીતે પોતાને માથે લઈ લેવાની બાની આ જે કલા છે, એણે જ અમારા દિલને પણ લઈ લીધાં લાગે છે.” ત્રણ પુત્રોને છોડીને અન્યત્ર જવા બા તૈયાર નહોતાં, ખરેખર, ભયંકર હાડમારીઓ વેઠીને પણ એ એજીનીયરની પત્નીએ એ સાંકડા ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું.
परस्पर मेल है तो जीवन एक खेल है, मगर... परस्पर जो मेल नहीं, तो जीवन एक जेल है ।
બધાનું દિલ જીતવું...પણ કોઈનું દિલ ન તોડવું એ મહત્ત્વનું છે. એક શાયરે કહ્યું છે.. मन्दिर तोडो मस्जिद तोडो, तोडो मखमल का धागा,
मगर किसीका दिल न तोडो, यह है घर खुदा का ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org