________________
અન્યની ભૂલની દુરસ્તી
૧૬૩ ઑન ધ સ્પોટ ભૂલ કહેવા બેસી જનારો તો નગણ્ય ભૂલોમાંય સામાને ઠપકારી દેતો હોય છે, ને એનાથી સામાના દિલના ટુકડા પણ થતા જ રહેતા હોય છે. “આમને તો બોલ બોલ કરવાની ટેવ પડી ગઈ છે' એમ વિચારી એ સામો માણસ એવો નઠોર બની જાય છે કે પછી મોટી ભૂલ અંગેની મહત્ત્વની સલાહને પણ એ ધ્યાનમાં લેતો નથી. “વાઘ આવ્યો રે વાઘ આવ્યો, ધાજો રે ધાજો” એમ સમજીને એને અવગણી નાખે છે.
એમ કહે કે મોટો અપરાધ કર્યો. એવો મોટો કે જોરદાર બદલો લેવાનું તરત મન થઈ જાય. છતાં શાન્તિના ઇચ્છુકે કાળવિક્ષેપ કરવો જોઈએ. (વંકચૂલે હત્યા કરી નાખવાની બાબતમાં ૭ ડગલાં પાછળ ખસવા જેટલો કાળવિક્ષેપ કર્યો તો કેવી ભયંકર હોનારતમાંથી બચી ગયો !) જો કાળવિક્ષેપ કરવામાં ન આવે, તો એ વખતે આવેશના કારણે એ સ્વયં વિચારી શકતો નથી, કે એ અપરાધ પોતાને જેવો લાગે છે, ખરેખર એવો ભયંકર છે ? પોતે એના જેવો જલદ બદલો લેવા માગે છે એવો આવશ્યક છે ? એવો જલદ બદલો લેવા જતાં સામો વીફરશે તે કેવી મુશ્કેલીમાં મૂકી દેશે ? એની તાકાત કેટલી છે ને મારી કેટલી છે ? આ બધું ન વિચારી શકવાથી જલદ પગલું લેવાઈ જાય છે અને પછી ચિરકાળ સુધી એનાં માઠાં પરિણામો ભોગવવાં પડે છે. જ્યારે કાળવિલંબ કરવામાં આવે તો જેમ જેમ કાળ પસાર થતો જાય છે તેમ તેમ એ અપરાધ નાનો લાગતો જાય છે, તેથી બદલાની માત્રા ઘટતી જાય છે જે સંભવિત જોખમમાંથી ઉગારી લે
અબ્રાહમ લિંકનની પાસે એકવાર એક ક્લાયંટ આવ્યો. એના જૂના ભાગીદાર સાથે એને વેરવિરોધ થઈ ગયેલો. ભાગીદારી તો છોડી નાખેલી. તેમ છતાં દ્વેષની જવાળાઓ હજુ બન્નેના દિલમાં પ્રજવલતી હતી. એ અસીલે બે પત્રો લિંકન પાસે રજૂ કર્યા. “જુઓ વકીલ સાહેબ, આ એનો ૨૦ પાનાનો ગાળાગાળી કરતો પત્ર આવ્યો છે. જૂની જૂની ઘણી વાતોને વિકૃત કરીને એણે મારા પર ભયંકર ખોટી આળ મૂકી છે. એટલે એ સમજે છે શું ? એને જ લખતાં આવડે છે, અને મને
ક્રોધનો પ્રારંભ થાય છેખેતાણી અને અંત થાય છે પશ્વાત્તાપથી...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org