________________
૧૬૧
અન્યની ભૂલની દુરસ્તી ચાલ્યો ગયો. પણ પછી એણે ભીલને મળવાનું છોડી દીધું, મૈત્રી તોડી નાખી. એક દિવસ, શોધતાં શોધતાં ભીલે વાઘને ખોળી કાઢ્યો, “અરે મિત્ર ! કેમ હવે તું દેખાતો નથી ?” ભીલના પ્રશ્નનો વાઘે જવાબ આપ્યો કે, “હવે આપણે મિત્ર નથી. તારી પત્નીના એ શબ્દોનો જોરદાર ઘા લાગી ગયો છે.” ““અરે યાર ! એ શબ્દોને આટલું બધું મહત્ત્વ શું આપે છે ? એમાં શું આટલો ઘા લગાડવાનો ?' “દોસ્ત ! તને ભલે એમ લાગે. મને કેવો ઘા લાગ્યો છે એ તું નહીં સમજી શકે. એમ કર, તારા હાથમાં આ જે તીર છે એ મારા પગમાં માર.” “હું કાંઈ મિત્રને મારતો હોઈશ ?” ભીલે ના પાડી. પણ વાઘે આગ્રહ કર્યો એટલે દુભાતા દિલે એને તીર માર્યું, પછી કાઢી લીધું. ત્રણ દિવસ બાદ વાઘ પાછો ભીલને મળ્યો. એણે પગ બતાવીને કહ્યું કે, “જો, તારા તીરનો ઘા રુઝાઈ ગયો, પણ તારી પત્નીના એ શબ્દોનો ઘા હજુ રુઝાયો નથી.”
શબ્દોનો ઘા વધુ ઊંડો હોય છે. માટે જ શબ્દયુદ્ધમાંથી શસ્ત્રયુદ્ધ સર્જાયાં છે, પણ શસ્ત્રયુદ્ધમાંથી શબ્દયુદ્ધ લગભગ સર્જાતું નથી. “આંધળાના દીકરાય આંધળા જ હોય” એવા શબ્દોએ મહાભારતનું યુદ્ધ ઊભું કર્યું હતું ને ! કોકની ભૂલ કલ્પીને ખખડાવી નાખવામાં આવે ત્યારે જે ઘા લાગી જાય છે, તે પછી ગમે તેટલું સારું વર્તન કરવા છતાં અને એને સમજાવવા છતાં, સંપૂર્ણતયા તો રુઝાતો નથી જ, સાંધો તો રહી જ જાય છે. “ભૂલ દેખવા મળી ને બોલી ઊઠ્યા” આવી વૃત્તિવાળો સામાના દિલને વારંવાર તોડતો જ રહે છે. પછી કદાચ સમજાવટ કરે તોય વારંવારના સાંધા તો રહી જ જાય છે. આ વારંવારના સાંધાઓ ભેગા થઈ એક ગાંઠનું સ્વરૂપ પકડી લે છે, જે એ વ્યક્તિને હંમેશ માટે એનાથી દૂર કરી દે છે. આની સામે જેણે, “કોઈની પણ ભૂલ જોવા મળે, તરત તો કાંઈ કહેવું જ નહીં' એવી ટેવ પાડી છે, તેને આ રીતે પસ્તાવાનો અવસર આવતો નથી. એ જે ૪-૬ કલાક વીતવા દે છે, એમાં એનો આવેશ વગેરે દૂર થવાથી દરેક પાસાને વિચારવાની તક મળે છે. એના કારણે સ્વયં કે અન્ય દ્વારા પણ સાચી પરિસ્થિતિ પામી શકવાથી એ બાબતમાં કાંઈ કહેવાનું રહેતું નથી. આ વાત દરેકને સ્વાનુભવસિદ્ધ છે કે ‘તરત કાંઈ ન કહેવું' એવી પોતાની સુટેવના કારણે કે અન્ય કોઈપણ કારણે ભૂલના અવસરે કાંઈ કહ્યું ન હોય, પણ પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org