Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

Previous | Next

Page 166
________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૫૯ ત્યારે મધુર સ્મિત વેરતા શ્રીકૃષ્ણ મીઠા શબ્દો વેર્યા કે, “હે પાંચાલી ! એમાં ભૂલ મારી હતી કે તારી ? એ તું જ વિચાર. જ્યારે એવી વિષમ પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે તે પ્રથમ પાંડવોને યાદ કર્યા અને સ્વલાજના રક્ષણ માટે એમનું શરણ લીધું, એમને પ્રાર્થના કરી. પછી ક્રમશઃ ભીષ્મ પિતામહ વગેરેને યાદ કર્યા. જ્યારે બધાથી તને નિષ્ફળતા સાંપડી ત્યારે છેક છેલ્લે તેં મને યાદ કર્યો. અને મને તો તેં જેવો યાદ કર્યો, કે તુરંત હું તારી રક્ષા માટે પ્રયત્નશીલ બન્યો. હું છેક છેલ્લે સહાયાર્થ આવ્યો, એમાં બોલ તારી ભૂલ હતી કે મારી ?” હા, આપણી ભૂલ હોય તોય સામાની ભૂલ દેખવી એવી આપણી એક સાયકોલૉજી છે. તેથી સામાની પરિસ્થિતિ જોઈ-જાણી ન હોય ત્યારે એના વર્તનને ભૂલ તરીકે કલ્પી લેવું એ ઘણું જ સંભવિત છે. ભૂલ જોઈ ને ખખડાવવું એવા સ્વભાવવાળો આવા અવસરે પણ કટુ શબ્દ સંભળાવ્યા વિના રહી શકતો નથી. એ વખતે સામી વ્યક્તિ પોતાની પરિસ્થિતિ. મજબુરી વગેરે સમજાવવા પ્રયાસ કરે. તો આવેશ વગેરેના કારણે એને સમર્જવાની તૈયારી હોતી નથી, એની દલીલોનો સ્વીકાર તો નથી થઈ શકતો પણ સામી દલીલો કરીને તોડી નાખવાના પ્રયાસો થાય છે. અને તેથી “બસ ! તને બચાવ કરવાની જ ટેવ પડી છે ! એક તો ભૂલ કરવી અને પછી એનો સ્વીકાર જ ન કરવો” ઇત્યાદિ વધુ કઠોર શબ્દો મુખમાંથી નીકળે છે, તેમજ તેના પ્રત્યેનો દુર્ભાવ વધુ ઘટ્ટ થાય છે. એમ સામી વ્યક્તિને પણ આપણા પ્રત્યે દુર્ભાવ અને દ્વેષ વધ્યા વગર રહેતાં નથી. “કહું છું તે સાંભળવું નથી, પરિસ્થિતિ સમજવી નથી, ને જેમ ફાવે તેમ બોલ્યા કરવું છે.” તકરાર અને ઝઘડો વધી જાય છે, દિલ ઘવાઈ જાય છે, એકબીજા પ્રત્યેની લાગણીમાં કુઠારા-ઘા લાગી જાય છે અને પછી બે-ચાર કલાક બાદ જ્યારે સ્વયં કે અન્યના કહેવાથી સાચી પરિસ્થિતિ પમાય છે ત્યારે પસ્તાવાનો પાર રહેતો નથી. “મેં ખખડાવવામાં ઉતાવળ કરી નાખી, ન બોલ્યો હોત તો શું વાંધો આવવાનો હતો ? નાહકનું એનું દિલ તોડી નાંખ્યું !પછી તૂટેલા એ દિલને સાંધવા માટેના, પરમુખ થયેલા એ દિલને સન્મુખ કરવાના પ્રયાસો ચાલુ થાય છે. પણ હવે મોડું થઈ ચૂકયું હોય છે. કદાચ દિલ સંધાય તો પણ સાંધો તો રહી જ જાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178