________________
૧૬૦
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં
છે. કલાપીનું પેલું કાવ્ય...
તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો, છૂટ્યો તેને અરરરપડી ફાળ હૈયા મહીં તો; રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં, નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે, આવે હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને; રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
પંખીની ઉપર પથરો ફેંકી દીધો, એટલે આજ સુધી એના દિલમાં આપણા પ્રત્યે જે પ્રેમ-સ્નેહ ને વિશ્વાસ ઊભાં થયા હતા, એમાં તિરાડ પડી જ સમજો. પછી એ પ્રેમ વગેરે પુનઃ ઊભા કરવા માટે ગમે એટલા પ્રયાસો થાય, પૂર્વના જેવો વિશ્વાસ ઊભો થઈ શકતો નથી. એક પંખીના દિલમાંય પથ્થરના ઘાનોય અમુક ડંખ તો રહી જ જાય છે. એ હવે, ક્યારેય મુક્તમને પાસે આવતું નથી. તો પછી માનવના દિલમાં કટુવેણના ઘાનું તો પૂછવું જ શું? શસ્ત્રના ઘા કરતાંય વચનનો ઘા ઘણો ઊંડો હોય છે.
જંગલની બોર્ડર પર રહેલા ભીલને રોજ જંગલમાં જવાનું થાય. એક વાઘ પણ ત્યાં રોજ આવતો, ધીમે ધીમે બેની મિત્રતા જામી. પછી તો રોજ એ મિત્ર સાથે ઘણી ચિત્રવિચિત્ર વાતો થતી. રાત્રે એ બધી વાતો એ પોતાની ભીલડીને કરતો, એટલે ભીલડીને પણ પોતાના પતિના આ વિલક્ષણ મિત્ર માટે કુતુહલ જાગ્યું. એકવાર તો તમારા આ મિત્રને ઘરે લઈ આવો તો મારે પણ એની મુલાકાત થાય.” આવી પત્નીની ઇચ્છાને ભીલ વારંવાર વાઘ પાસે દોહરાવતો. પણ વાઘ ઈનકાર કરતો. કિન્તુ એના વારંવારના આગ્રહને વશ થઈ, એક દિવસ એ ભીલની ઝુંપડીએ આવ્યો. કુદરતી એ દિવસે એ કોક સડેલું મડદુ ખાઈને આવ્યો હતો. એના મુખમાંથી ભયંકર દુર્ગધ આવતી હતી. ભીલડી એ દુર્ગધથી ત્રાસી ગઈ. એણે મોં મચકોડ્યું અને સહસા બોલી ઊઠી, છટું આવો તમારો મિત્ર ! એના મોંમાંથી તો કેવી ભયંકર વાસ આવે છે !' વાઘે આ સાંભળ્યું, અને એના મર્મમાં ઘા લાગી ગયો. એ ચૂપચાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org