Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

Previous | Next

Page 173
________________ ૧૬૬ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં અસર થશે ?” “તો શું આ પત્રની અસર નહીં થાય ?' અસીલે દીનવદને કહ્યું. “હા, મને એમ લાગે છે કે હવે એની ધારી અસર નહીં થાય. એટલે હવે એને મોકલવાથીય શો લાભ ?” “તો. હવે એનું શું કરું ?” “મારી તો સલાહ છે કે હવે એ પત્રને ફાડી નાખો અને તમેય મનમાંથી એના પત્રની વાત કાઢી નાખો. માનો કે એ પત્ર તમને મળ્યો જ નથી. (ક્લેશ-સંક્લેશ અને દુર્ભાવમાંથી બચવાનો આ એક બહુ સારો ઉપાય છે. કોઈએ તમને જાતજાતના આરોપ લગાવતો ગંદી-ગલીચ ભાષામાં પોસ્ટકાર્ડ લખ્યો... તમે વિચારી લ્યો કે તમને પી.સી. મળ્યો જ નથી. સારા સારા.... ને મહત્ત્વના પત્રોને પણ ભારતીય પોષ્ટ હજમ કરી જાય છે તો એક પોસ્ટકાર્ડ કઈ વાડીનો મૂળો ? તમે નિશ્ચિત થઈ જશો... લખનારો બિચારો વિચાર્યા કરશે કે જવાબ કેમ ન આવ્યો ? મારો પી.સી. એને મળ્યો હશે કે કેમ ? તમારો સંક્લેશ ત્યાં ટ્રાન્સફર થઈ જશે ને એના બદલે તમે જો એ પી.સી. ને મહત્ત્વ આપ્યું... તો સંક્લેશ તમારે જ વહોરવો પડશે... કોઈ ફોન પર જાતજાતના આક્ષેપ કરી રહ્યું છે. રોગ નંબર કહી દ્યો. એટલે વાત પૂરી થઈ જશે...) નહીંતર તમે લખશો એટલે પાછો એ લખશે... એ લખશે એટલે પાછું તમે લખશો. આવું ચાલ્યા જ કરશે. તમારો કામધંધોય અટકી પડશે ને તમારી બધી શક્તિ આમાં જ ખર્ચાઈ જશે. Simply waste of time and energy.... પરિણામે તો નિરંતર મનમાં અશાંતિ, ઉકળાટ અને બળતરાઓ જ રહેશે. લાવો, તમારો જીવ ન ચાલતો હોય તો હું એ બન્ને પત્ર ફાડી નાખું.” આમેય મહિનો વીતી જવાથી આનો ઘણો આઘાત ઓછો થઈ ગયો હતો, રીસ અને રોષ ઓસરી ગયાં હતાં. આવેશનો આવેગ મંદ પડી ગયો હતો. એમાં આવી સલાહ મળી... એટલે થોડા કચવાતા દિલે પણ એણે બન્ને પત્રો લિંકનના હાથમાં મૂકી દીધા. જાણે વૈરની પરંપરાને ફાડી નાખતા ન હોય એમ લિંકને એ બન્ને પત્રો ફાડી નાખ્યા. લિંકન કહેતા હતા કે, કોઈના પર બહુ ગુસ્સો આવ્યો હોય તો એના પર પત્ર લખો, બધો ગુસ્સો | એમાં ઠાલવી દ્યો, પણ એના પર એડ્રેસ નહીં કરો. * કોઈના પણ અપરાધથી થયેલ નુકશાનનો દિલમાં લાગેલો આઘાત કાળવિલંબે ઘટવા માંડે છે, એ વાત દુઃખનું ઓસડ દહાડાની લોકોક્તિ પરથી પણ જાણી શકાય છે. એટલે કાળ વ્યતીત થયા બાદ આપણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178