________________
અન્યની ભૂલની દુરસ્તી
૧૬૭ સ્વસ્થતા પેદા થાય છે. જેથી આપણે સારા શબ્દોમાં સમજાવી શકીએ છીએ. વળી ભૂલના અવસરે આપણે કાંઈ બોલ્યા નહીં. એ જાણીને ભૂલ કરનારને આપણા પ્રત્યે અહોભાવ જાગ્યો હોય છે. તેથી પહેલાં પણ ગુસ્સો કર્યો ન હતો, પછી પણ કોઈ કટાક્ષ કે કટુવેણ નથી કહ્યાં એની પ્રતીતિ થવાથી એ નિર્ભય પણ બને છે. આ કારણે એ એની ભૂલનો સ્વીકાર કરી લે છે. કોઈ તકરાર થતી નથી, દિલના ટુકડા થતા નથી, સાંધા કરવાની જરૂર રહેતી નથી, ગાંઠ ઊભી થતી નથી અને વૈરભાવથી બચી શકાય છે.
કોઈએ ભૂલ કરી ને એનો સ્વીકાર કરાવવા પ્રયાસ કરવો.” એ જેમ એક અનાદિની ચાલ છે, એમ આપણે ભૂલ કરી હોય તો સ્વીકાર ન કરવો એ પણ એક અનાદિની ચાલ છે. માટે કોઈ પણ વ્યક્તિ આપણી ભૂલ કાઢતી આવે તો ક્યારેય બચાવ ન કરવો, પણ સ્વીકાર જ કરી લેવો, એ હિતાવહ છે. એમ કરવાથી એનો ગુસ્સો ઓછો થઈ જાય છે, આપણને પણ સંક્લેશ રહેતો નથી. નહીંતર ભૂલોનો સ્વીકાર કરાવવા જાતજાતની દલીલો એ કરશે અને આપણે એનો બચાવ કરવા માટે એની સામે જડબાતોડ તર્કો કરીશું. એમાં આગળપાછળનો એકબીજાનો ઇતિહાસ જોડીશું. ભૂલાયેલી એકબીજાની ભૂલો પાછી યાદ કરીને એના રુઝાયેલા ઘાને પુનઃ તાજા કરીશું. એમાંથી એવી તકરાર જન્મ લે છે જે વૈરભાવરૂપે વૃદ્ધિ પામે છે ને પછી બન્નેના દિલમાં વૈરની ભયંકર આગ ભડકે બળે છે. આ ભયંકર આગનું નિમિત્ત તો ઘણીવાર કોકની નાની ભૂલ અને તેનો અસ્વીકાર જ હોય છે. જે આગના કારણે એક લાખ લોકો બેઘર થયા એ શિકાગોની ભયંકર આગ પણ એક માણસની એક નાનકડી ભૂલ જ હતી ને ? સળગાવેલું ફાનસ બેદરકારીથી ગમે ત્યાં મૂકી એ માણસ અલ્પકાળ માટે આઘોપાછો થયો, ગાયની અડફેટમાં એ ફાનસ આવ્યું, આગ લાગી અને ચોમેર ફેલાઈ... • માટે વૈરની અગનઝાળથી બચવા ઇચ્છનારે જેમ ઑન ધ સ્પોટ ક્યારેય બીજાની ભૂલ કહેવી નહીં. એમ, ઑન ધ સ્પોટ ક્યારેય સ્વભૂલનો બચાવ કરવો નહીં, પણ સ્વીકાર જ કરી લેવો એ હિતાવહ છે. તમે પૂછશો સ્વીકારની પણ કોઈ હદ ? જવાબ છે : To no limit. તમારી બિલકુલ ભૂલ ન હોય, સ્પષ્ટ રીતે તમારી જાત તમને નિર્દોષ ભાસતી હોય અને સામી વ્યક્તિ ભારે ગેરસમજના કારણે જ તમારા પર દોષારોપણ કરી રહી હોય, તોપણ એ વખતે તો સ્વીકાર જ કરી લેવો. “મારી ભૂલ થઈ ગઈ, મિચ્છામિ દુક્કડમ્” કોઈ જ બચાવ નહીં. પછી ૪-૬ કલાક જવા દ્યો. અવસર પામીને એકાંતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org