Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

Previous | Next

Page 175
________________ ૧૬૮ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં ખુલાસો કરવામાં વધુ લાભ છે. એ જ વખતે ખુલાસો કરવાનો પ્રયાસ કરવામાં કલહ ઊભો થવાની શક્યતા છે, કેમકે એ વખતે એ આવેશમાં તો હોય જ છે. વળી “મેં તારી ભૂલ કાઢી એમાં તું મને ખોટો ઠેરવવા માંગે છે ?” એવું એના મનમાં આવવાથી એનો પોતાનો અહંભાવ પણ ઊછળ્યો હોય છે. તેથી એ મોટે ભાગે તો તમારી વાતને સમજી શકતો નથી. કદાચ સમજી જાય તો પણ મિસ્ટર અહંકાર વચમાં પોતાની ટાંગ નાખશે....એટલે એ ઇચ્છશે તો પણ “સારું, ત્યારે તારી કોઈ ભૂલ નથી' એવું કહી નહીં શકે. એટલે એ તમારી ગમે તેવી યુક્તિસંગત વાતોને એ વખતની જાહેરસ્થિતિમાં સ્વીકારવા લગભગ તૈયાર થતો નથી. પોતે જે દોષારોપણ કર્યું છે એ બરાબર જ છે એની જ સિદ્ધિ કરવા ઝઝૂમે છે. એમાં બન્નની શક્તિઓ વેડફાય છે, સમાધાન થતું નથી અને ઉપરથી જોશ વધે છે. એના બદલે એ વખતે કોઈ જ દલીલ કર્યા વિના સીધો જ સ્વીકાર કરી લેવામાં આવે તો એના મન પર પણ અસર થાય છે- તમારી ભૂલ છે જ, એ વાતની સિદ્ધિ કરવા એણે વિશેષ કોઈ દલીલ કરવી પડી ન હોવાથી કે શોધવી પડી ન હોવાથી એ વાત એના મનમાં એટલી ચૂંટાયેલી હોતી નથી. તેમજ એ વ્યક્તિ પણ વિચારશીલ તો હોય જ છે. તેથી વિચાર કરતાં ક્યારેક એને જ એવી પ્રતીતિ થઈ શકે છે કે, એમાં તમારી કોઈ ભૂલ નહોતી. અથવા તમારી પરિસ્થિતિ જ એવી હતી કે એ સિવાય બીજું કાંઈ થવું એમાં શક્ય નહોતું, અથવા સ્વયં એવી પ્રતીતિ ન થાય તો અન્ય દ્વારા પણ એવી પ્રતીતિ થઈ શકે છે. અને એ થાય છે ત્યારે, એને, પોતે ઠપકો આપવા બદલ પોતાની જાતનો પશ્ચાત્તાપ થાય છે. વળી તમે વિના દલીલે એ ગુનો સ્વીકારી લીધેલો એ કારણે તમારા પર અહોભાવની એક ઊંડી લાગણી ઊભી થાય છે. કદાચ આ રીતે એને પ્રતીતિ ન થઈ હોય તો પણ તમે સ્વયં જ્યારે સમજાવશો ત્યારે સમજી શકવાની ભૂમિકા તો ઊભી થયેલી જ હોય છે. માટે વિના તકરારે તમારી નિર્દોષતાને એ સ્વીકારી શકે છે. તેથી સ્વભૂલનો બચાવ ન કરતાં “ઓન ધ સ્પોટ' એકવાર તો સ્વીકાર કરી જ લેવો એ પેદા થનારી કટુતાને વારે છે... ઊભી થનારી શત્રુતાને નિવારે છે. ઘણી ઘણી વિચારણાઓ થઈ ગઈ. ટૂંકમાં કહું તો, “ભૂલનો સ્વીકાર કરી લેવો જોઈએ' ઇત્યાદિ વલણ અને “ભૂલનો બચાવ કરવો જોઈએ વગેરે વલણ, આ બન્ને પ્રકારના વલણ આપણે જુદી જુદી અવસ્થામાં દાખવીએ જ છીએ. તેમ છતાં જીવનમાં અશાંતિ વધતી રહે છે, સંબંધો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178