Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

Previous | Next

Page 165
________________ ૧૫૮ . હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં કરનારા આપણને પ્રકૃતિ શું કશું નહીં કરે ? વ્યક્તિ પર દોષારોપણ કરવાના બદલે પરિસ્થિતિ પર દોષારોપણ કરવામાં આવે તો વર્તમાનમાં તે તે વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવ-સંક્લેશ} વૈર વગેરેથી બચી શકાય છે ને ભવિષ્યમાં પ્રકૃતિ તરફથી થનાર સજામાંથી 'બચી જવાય છે. એટલે, ચીં....ઈ છે ..... માંડ માંડ એક્સીડેટ થતા રહી ગયો. વળાંક આગળ કાર ઝાડ સાથે ટકરાતાં સ્ટેજમાં રહી ગઈ... આપણને ખ્યાલ આવી ગયો કે ડ્રાઈવર આજે ઊંઘમાં છે, રફ ડ્રાઈવીંગ કરી રહ્યો છે... પણ એટલા માત્રથી એને ઉંઘણશી-બેદરકાર વગેરે ઈલ્કાબ આપી દેવાની શી જરૂર છે ? બની શકે છે. રાત્રે લાઈટ ચાલી જવાથી પંખો ચલાવી શકાયો નહીં ને તેથી કાળઝાળ ગરમીમાં ઉજાગરો થયો હોવાથી હાલ એને ઝોકાં આવી રહ્યાં હોય ? ક્લાર્કને સૂચના આપી કંઈક ને એણે પત્રમાં લખ્યું કંઈક... જે ફાઇલ લાવવાની કહી એના બદલે બીજી કોઈક ફાઈલ લઈ આવ્યો... “તમારામાં કશી અક્કલ નથી. તમારું કામ સાવ ગરબડીયું છે તમને નોકરીમાંથી ડીસમીસ કરવા પડશે...” વગેરે વગેરે સરોષ સંભળાવવાના બદલે આજે કેમ આમ થઈ રહ્યું છે? એની પરિસ્થિતિનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કરો ને ! એવું કેમ ન હોઈ શકે કે આજે સવારે ક્લાર્કને એની પત્ની સાથે નજીવી વાતમાં મોટો ઝગડો થઈ ગયો હોય ને તેથી એની ઉદ્વિગ્નતાના કારણે એનું ચિત્ત કામમાં પરોવાતું ન હોય ! પણ, આપણી અનાદિની ચાલ, પરિસ્થિતિને જોવા-વિચારવા દેતી નથી, સામો અયોગ્ય છે એવું જ વિચારાવે છે. ઘણીવાર તો આપણી ભૂલ હોય તોય આપણો અહંકાર આપણને આપણી ભૂલ નથી દેખાડતો પણ સામાની ભૂલ જ દેખાડે છે. ઇતરોના મહાભારતમાં પેલો પ્રસંગ આવે છે ને. દ્રૌપદીએ એકદા શ્રીકૃષ્ણને ફરિયાદ કરી કે “પ્રભો ! તમે તો ભક્તજનવત્સલ છો ! અનંત શક્તિસંપન્ન છો ! વિશ્વવ્યાપી છો ! અંતર્યામી છો ! છતાં એ દિવસે ભરચક ભરેલી રાજસભામાં દુષ્ટ દુર્યોધનની દુરાજ્ઞાથી દુઃશાસન મારાં ચીવર ખેંચી રહ્યો હતો, ત્યારે પ્રથમથી જ આવીને મારી આબરૂની રક્ષા ન કરી, અને છેક છેલ્લી ઘડીએ તમે સહાયમાં આવ્યા. આ તમારી ગંભીર ભૂલ નહોતી શું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178