________________
૧૫૭
અન્યની ભૂલની દુરસ્તી અને તેથી સુસ્તી છે. આ આપણે જાણતા તો નથી. પણ આવી કંઈક પરિસ્થિતિ હશે માટે આજે એ બે-ત્રણવાર કામ ચીંધવા છતાં જલ્દી કામ કરતો નથી. અડધું કરીને પાછો બેસી જાય છે. આ રીતે વિચારતા પણ નથી અને તેથી પરિસ્થિતિ પર દોષારોપણ કરવાના બદલે એના પર દોષારોપણ કરીએ છીએ કે આળસુનો પીર થઈ ગયો છે ! કામ કશું કરવું નથી... ને હરામનો પગાર ખાવો છે. સામાન્યથી કામગરો પ્રતીત થયેલા નોકરના પણ એક દિવસના બદલાયેલા વર્તન પરથી આપણે એને “નાલાયક' જેવા માનવા માંડીએ છીએ, એનું કારણ એ છે કે અન્યની પ્રવૃત્તિ અંગે આપણે મોટે ભાગે શંકા અને અવિશ્વાસથી જ વિચારવાનું શરૂ કરતા હોઈએ છીએ. પૂર્વે કહી ગયો છું તેમ જીવો પ્રત્યે આપણો અનાદિકાળથી દ્વેષ છે, માટે એને કોઈપણ જાતની શોકોઝ નોટિસ આપ્યા વિના જ એ દોષિત છે, નાલાયક છે, કામચોર છે.... વગેરે નિર્ણય આપણે લઈ લઈએ છીએ, ને પછી એના પ્રત્યે દુર્ભાવ વહેડાવવા માંગીએ છીએ અને ગુસ્સાથી ખખડાવી નાખવો વગેરે સજા ફટકારી દઈએ છીએ.... ગમે તેવા ભયંકર ગુનાના આરોપ હેઠળ પકડાયેલા ને લોકદૃષ્ટિએ ગુનેગાર તરીકે સાબિત પણ થઈ ચૂકેલા એવા પણ ગુનેગારને ન્યાયાધીશ સીધેસીધો ગુનેગાર ઠેરવી સજા ફટકારી દેતા નથી- પણ એને પણ પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવે છે, અને જે કાંઈ કહેવું હોય તે શાંતિથી સાંભળવામાં આવે છે ને ગંભીરતાથી વિચારવામાં આવે છે. અરે ! ક્યારેક તો આ માટે એ સ્વયં સમર્થ ન હોય તો સામેથી એને વકીલ પણ પૂરો પાડવામાં આવે છે. આ બધી કારવાહી ને સુનાવણી પૂરી થાય પછી જ ન્યાયાધીશ બધો વિચાર કરીને ચુકાદો આપે છે. જો આ બધી પ્રક્રિયા કરવામાં ન આવે તો ન્યાય તોળ્યો ન કહેવાય...
એક ઈશારો કરવા માત્રથી સ્વયં કામ કરી લેનારો તું આજે કેમ વારે વારે કહેવા છતાં કામ કરવાનો ઉલ્લાસ દેખાડતો નથી ? તને કોઈ તકલીફ છે ? આવું કંઈક પૂછીને એની પરિસ્થિતિ વગેરે કારણો જાણવાની દરકાર રાખ્યા વિના સીધો જ “તું આળસુનો પીર છે” વગેરે રૂપે એને ગુનેગાર જાહેર કરી દેવો ને એને ખખડાવી નાખવો વગેરે રૂપ સજા ફટકારી દેવી એ, એ વ્યક્તિને કરેલો અન્યાય નથી ? પોતાની શેઠાઈ-શ્રીમંતાઈ... અધિકાર વગેરેની રૂએ ઘાટીને અન્યાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org