________________
૧૫ર
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં
છે એ ડૉક્ટર તો નથી કહેવાતો, પણ ખૂની કહેવાય છે. એમ તીખાકડક શબ્દો કહીને છેદ મૂકી-દોષ દૂર કરી પ્રેમના મધુર શબ્દોથી જે પાછો છેદને સાંધી શકે છે, તે જ ખરેખર આ ભૂલોનો બગાડો દૂર કરનાર સર્જન ડૉક્ટર છે. ખાલી વેધક શબ્દોથી વીંધીને એ વીંધાયેલી હાલતમાં જ છોડી જનારો તો ખૂની છે. ઓન ધ સ્પોટ ભૂલને ટોકવા મથનારો તો, સ્વયં આવેશમાં હોઈ, તેમજ સામો માણસ ભૂલનો બચાવ કરતો હોઈ, લગભગ એવી વિચારધારામાં રમતો હોય છે, કે “આવાઓને તો ખખડાવવા જ જોઈએ, તો જ સીધા થાય, નહીંતર તો માથે ચડી બેસે.” એટલે એને તો. પાછળથી મધુર શબ્દોથી મારે ટાંકા લેવા જોઈએ એવી કોઈ આવશ્યકતા ભાસતી હોતી નથી.
વળી ઓપરેશન પૂર્વે ડૉક્ટર મરીજને ક્લોરોફોર્મ સૂંઘાડે છે, બેહોશ કરી નાખે છે જેથી દર્દી ડૉક્ટર પર પૂર્ણ વિશ્વાસ મૂકીને પોતાનું શરીર સંપૂર્ણપણે ડૉક્ટરને સોંપી દે છે. આમ થવાથી. પછી ડૉક્ટર ગમે તેવી કાપકૂપ કરે તોય એ પેશન્ટ કોઈ જ પ્રકારનો પ્રતિકાર કરતો નથી, શરીરને હલાવતો નથી કે અંગોને પાછાં ખેંચી લેતો નથી. તેથી ડૉક્ટરે જે કાંઈ શસ્ત્રક્યિા કરવી હોય તે શાંતિથી થઈ શકે છે. જો બીમાર વ્યક્તિને કલોરોફોર્મથી બેહોશ કર્યા વગર ઓપરેશન કરવામાં આવે તો, કદાચ એની ઇચ્છા ન હોય તોપણ એનાથી પ્રતિકાર થઈ જાય, હાથ-પગ હાલી જાય, અને તો પછી લાભને બદલે મહાનુક્શાન થઈ જાય. એ રીતે જયારે કોઈના મનનું ઑપરેશન કરવાનું હોય છે ત્યારે સહુ પ્રથમ એ સંપૂર્ણ વિશ્વાસ મૂકીને પોતાનું મન પૂર્ણપણે સોંપી દે, એ રીતે એને ક્લોરોફોર્મ સૂંઘાડી બેહોશ કરવો જોઈએ. જેથી ગમે તેવા કડક શબ્દો સંભળાવવામાં આવે કે લાફો મારવામાં આવે તો પણ એનું મન એને સ્વીકારી જ લે. એના મનમાં ખોટો ભાવ પેદા થવો વગેરે રૂપ એનો કોઈ પ્રતિકાર ન થાય.
વિશ્વવિખ્યાત શિલ્પી માઈકલ એન્જલોની એક વાત આવે છે. એક પાનના ગલ્લાવાળો વારંવારના પરિચયથી એનો મિત્ર થયેલો. એના ગલ્લા પાસે રસ્તામાં એક મોટો પથરો પડી રહેલો, જેને પાનશોખીનોએ થુંકદાની સમજીને લાલ લાલીથી મઢી દીધો હતો. એના કારણે ત્યાં ઘણી માખીઓ બણબણ કર્યા કરતી. એટલે એના ત્રાસથી ત્રાસીને એ પાનવાળાએ આને કહ્યું કે, “યાર ! આ પથરો અહીં પડ્યો પડ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org