________________
અન્યની ભૂલની દુરસ્તી
૧૫૩ મુશ્કેલીઓ સર્જે છે, તું ઉઠાવી જા ને, તને કંઈક કામમાં આવશે.” એન્જલોએ મિત્રની ઑફર સ્વીકારી લીધી ને પોતાની શિલ્પકળાથી એમાં પ્રાણ રેડ્યા. થોડા જ વખતમાં એક અતિભવ્ય નયનરમ્ય પ્રતિમાજી તૈયાર થઈ ગયાં. સેંકડો ને હજારો ભાવિકો પ્રતિમાનાં દર્શન-વંદન માટે આવવા લાગ્યા. એક દિવસ એ પાનવાળો પણ આવ્યો. મનોહર પ્રતિમાએ એનું મન હરી લીધું. પ્રતિમાની એણે ભારોભાર પ્રશંસા કરી, ત્યારે શિલ્પીએ ઘટસ્ફોટ કર્યો કે, “અલ્યા દોસ્ત ! આ એ જ પથરો છે, જે તારા ગલ્લા પાસે ગંદકી કરતો હતો અને જેને તું તિરસ્કારતો હતો....” “શું તું સાચું કહે છે ?” મિત્રના વચનમાં ભારે આશ્ચર્યનો રણકાર હતો. “લ્લે ! મારા પર પણ વિશ્વાસ નથી. એ જ પત્થરમાંથી આ પ્રતિમાજી નિર્માણ થયાં છે.” માઈકલે એને સમજાવ્યો, “દોસ્ત, તારી આ કલા ખરેખર અદ્ભુત છે. લોકમુખેથી પાનની પિચકારીઓ પામનારો પત્થર આજે સ્તુતિઓ પામી રહ્યો છે. પત્થરને તેં પરમાત્મા બનાવી દીધા. તને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.” શિલ્પીના શિલ્પને બિરદાવ્યા વગર એ ન રહી શક્યો. એના પર શિલ્પીએ પોતાની લઘુતા દેખાડતાં કંહ્યું કે, “વ્હાલા ! આમાં મારી કોઈ કલા નથી. મેં તો ખાલી એ પત્થરના વ્યર્થ ભાગો કાઢી નાખ્યા, એટલે પરમાત્મા તો આપોઆપ અંદરથી ઊપસી આવ્યા.”
પત્થરમાં પરમાત્મા છૂપાયેલા હોય છે. માટે વ્યર્થ ભાગો નીકળી જતાં એ પરમાત્મા બની જાય છે. આ જ રીતે માનવમાં પણ સજ્જનતા, સંતપણું અને યાવત્ પરમાત્મત્વ ધરબાઈને રહેલું છે. જરૂર છે એની કુટેવો, દોષો, કુસંસ્કારો વગેરે વ્યર્થ ભાગો દૂર થવાની. પત્થર કોઈપણ જાતના પ્રતિકાર વગર, શિલ્પી જે રીતે ટાંકણી મારે એ રીતે અપનાવી લે છે. માટે એના વ્યર્થ ભાગો દૂર થઈ પરમાત્મત્વ પ્રગટ થાય છે. માનવ મોટે ભાગે, ટાંકણાં પડે ત્યારે પ્રતિકાર કર્યા વગર રહી શકતો નથી. એટલે પરમાત્મપણું તો નહીં, કે સંતપણું ય નહીં, કિન્તુ એનું સજ્જનપણું પણ પ્રગટ થઈ શકતું નથી, કેમકે એના દ્વારા થતો એનો પ્રતિકાર એના વ્યર્થ ભાગોને દૂર થવા દેતો નથી.
માટે ભૂલો વગેરે દૂર કરી માણસને સુધારવા માટે ઑપરેશન કરવાનું હોય ત્યારે, એ પ્રતિકાર ન કરે એવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. સામી વ્યક્તિનાં સત્કાર્યોની દિલથી પ્રશંસા, હૈયાથી ગુણોનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org