________________
૧૫૦
હંસા !... તું ઝીલ મંત્રી સરોવરમાં
સામે આપણો એની ભૂલ છે જ એમ સિદ્ધ કરવાનો પ્રયાસ હોય છે. એટલે તકરાર ઊભી થાય છે. એમાં પાછળથી તો વટનો પ્રશ્ન આવી જવાથી, કદાચ, પોતાનો પ્રયાસ ખોટો છે એવું પ્રતીત થાય તો પણ એ છૂટી શકતો નથી.
આની સામે, જો ભૂલ થઈ એ વખતે, “હોય ભાઈ ! આ સંસારમાં જે કાંઈ ચીજો મળે છે એ બધીય વિનશ્વર છે, ક્યારેક તો એનો નાશ થવાનો જ હતો. એટલે બહુ ચિંતા ના કરતો.' આવા શબ્દો કહેવામાં આવે, એવું કહેવા જેટલી સ્વસ્થતા ન હોય તો, કશું જ કહેવામાં ન આવે, તો એના દિલમાં, અવશ્ય સંભવિત ક્રોધપૂર્ણ ઠપકાના શબ્દોના આઘાતમાંથી બચી ગયાની પ્રતીતિ થવાથી, આપણા પ્રત્યે સદ્ભાવ ઊભો થાય છે. “મારી ભૂલ જોવા છતાં મને ઠપકાર્યો નહીં, ને મારી ભૂલને ' મૌનપણે સાંખી લીધી.' એવી થતી પ્રતીતિ “ખરેખર તેઓ મહાન છે, ઉદારદિલવાળા છે, મારા પ્રત્યે સ્નેહવાળા છે, માટે મને કાંઈ ન કહ્યું” એવા આદરભાવને ઊભો કરવાનું એક મહત્ત્વનું કારણ છે. આ ઊભો થયેલો આદરભાવ, ૪-૬ કલાક પછી અવસર જોઈને આપણે એ અંગે કહેવા જેવું કંઈક કહીએ ત્યારે, એ પોતાની ભૂલનો બચાવ ન કરતાં સ્વીકાર કરી લે એવી ભૂમિકા રચી આપે છે. વળી કોઈપણ બનાવનો ઘા, કાળ પસાર થવા સાથે ઘસાતો હોય છે. એટલે ૪-૬ કલાક વીતી ગયા બાદ આપણે આવેશમાંથી મુક્ત થયા હોઈએ છીએ. તેથી મર્મઘાતક શબ્દો ન આવી જાય, એની કાળજી શક્ય બની હોય છે. વળી, પસાર થયેલા કાળમાં અવસર મળવાથી, કેવા શબ્દોમાં કેવી રીતે કહેવાથી એના દિલને આઘાત ન લાગે અને કહેવાનું કહેવાઈ જાય એ વિચારી શકવાથી એવા શબ્દો દ્વારા કાર્ય સાધી શકાય છે. સામે પક્ષે, ભૂલ જોવા છતાં મને તડકાવ્યો નહીં એવા થયેલા અનુભવે, આપણા પ્રત્યેના એના ભયને ઓછો કર્યો હોય છે. કાળવિલંબ થવાથી, પોતાનાથી ભૂલ થઈ જવાનો જે આઘાત લાગ્યો હતો તેમાં પણ કંઈ કળ વળી હોવાથી એ પણ કંઈક સ્વસ્થ બન્યો હોય છે. વળી આપણા પ્રત્યે એને વિશ્વાસ બહુમાનનો ભાવ તો પેદા થયો હોય જ છે. આ બધાં પરિબળો એનામાં સ્વભૂલનો સ્વીકાર કરી લેવાની નૈતિક હિંમત પેદા કરે છે તેમજ એ ભૂલને સુધારવા માટે થનારા સૂચનને જાણવાની જિજ્ઞાસા અને એને અમલમાં ઉતારવાની આતુરતા પેદા કરે છે. જેથી કોઈ જ તકરાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org