________________
૧૩૬
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં
જોકે અહીં મન્દિર-મસ્જિદ તોડવાની વાત નથી, પણ કોઈનું દિલ તોડવું એ કોઈપણ હાલતમાં ઉચિત નથી એ વાત પર જોર આપ્યું
પુત્રે ટી.વી. બગાડી નાખ્યો, નોકરે ઘડિયાળ તોડી નાખ્યું, વહુએ ઘી ઢોળી નાખ્યું, આવા આવા બનાવોમાં ટી.વી. બગડી જવો વગેરે જે નુકશાન હોય છે એના કરતાય ત્રાદિનું દિલ બગડી જશે-સ્વપ્રત્યેનો સદ્ભાવ ઘટી જશે એ નુકશાન ઘણું ભયંકર હોય છે. માટે પુત્રાદિને ખખડાવ્યા કરવું એ એક, પુત્રાદિની ભૂલ કરતાં ય વધુ મોટી ભૂલ છે. પિતા, શેઠ સાસુ આવી ભૂલ વારંવાર કરે છે ને પછી ફરિયાદ કરતાં ફરે છે કે છોકરો મારું કહ્યું માનતો નથી.” “નોકરને મારા પ્રત્યે કોઈ વફાદારી કે કૃતજ્ઞતા નથી.” “વહુને મારા પ્રત્યે કોઈ ભક્તિ કે આદર નથી.” પોતાનાથી ઘીની પાડીને પગની ઠેસ લાગી ગઈ હોય અને ઘી ઢોળાઈ ગયું હોય ત્યારે, “અરે ! વહુ ! આ ઘીની પાટુડી આમ રસ્તામાં જ્યાંત્યાં મૂકાતી હશે ? જુઓ, આ પગમાં આવી ને ઘી ઢોળાયું.” આવું બોલનારી સાસુ જ્યારે ઘીની પાટુડી પોતાનાથી વચમાં રહી ગઈ હોય અને વહુના પગથી કેસ લાગીને ઘી ઢોળાઈ જાય ત્યારે એમ સંભળાવે કે “તમારા પીયરીયાએ આટલું પણ શીખવાડ્યું નથી કે ઘરમાં નીચે જોઈને ચાલવું જોઈએ. રસોડામાં તો બે વસ્તુ અહીં પડી હોય ને બે અહીં..” તો એ સાસુએ આ સમજી રાખવું જોઈએ કે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાનું અભિમાન પોષવાનો ભલે તાત્કાલિક શુદ્ર લાભ મળી ગયો, પણ વહુના દિલમાંથી પોતાનું સ્થાન ગુમાવી દેવાનું અને ભવિષ્યમાં પુત્ર જુદો રહેવા જાય એનું બીજ નાખવાનું મહાનુક્શાન પણ સાથે જ થઈ રહ્યું છે. એના બદલે આવા પ્રસંગોમાં આનાથી વિપરીત વલણ રાખનાર સાસુને ભલે તત્કાળ પૂરતું પોતાનું અભિમાન પોષવાનું સુખ ના મળે, પોતાની ભૂલ છે એમ કદાચ થોડા નીચા દેખાવાનું નુક્શાન પણ ભાસે, તોય વહુના દિલમાં બહુ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય અને પ્રાપ્ત થાય છે અને પુત્ર-પરિવાર જુદો થવાના દુઃખની નોબત ક્યારેય નથી આવતી.... આ સુખ શું ઓછું છે ?
સંઘર્ષોથી બચવું છે ? કડવાશ અને અપમાનથી રહેવાનું ટાળવું છે? પરસ્પર પ્રેમ અને સદ્ભાવથી રહેવું છે? એકબીજાનું દિલ એકબીજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org